બંગાળમાં મોહન ભાગવત ભાજપથી કેમ થયા નારાજ

ભાજપની પિતૃ સંસ્થા આરએસએસના વડા મોહન ભાગવત કોલકાત્તાની બે દિવસની મુલાકાત પછી ભાજપથી નારાજ છે. ભાગવતે બંગાળમાં સંઘે કુદરતી આફતો અને લોકડાઉનના સમયમાં કરેલી કામગીરીની સમીક્ષા કરીને સંતોષ વ્યક્ત કર્યો પણ સંઘને ભાજપ તરફથી યોગ્ય સહકાર નથી મળી રહ્યો એ મુદ્દે ભાગવત નારાજ છે.

સંઘની શાખાઓ ધીરે ધીરે ઘટી રહી છે

પશ્ચિમ બંગાળમાં ભાજપને સત્તામાં લાવવા માટે સંઘે પૂરી તાકાત લગાવી દીધી છે પણ ભાજપ સંઘને મદદ કરતો નથી એવી વ્યાપક ફરિયાદો ભાગવતને મળી. તેના કારણે સંઘની શાખાઓ ધીરે ધીરે ઘટી રહી છે. ૨૦૧૯માં બંગાળમાં સંઘની ૧૪૦૦ શાખાઓ ચાલતી હતી અને અત્યારે એ ઘટીને ૫૦૦ થઈ ગઈ છે.

કોઈ રસ નથી તેનું આ પરિણામ

સંઘના નેતાઓની ફરિયાદ છે કે, ભાજપ બંગાળમાં મોટા પાયે બીજા પક્ષના લોકોને ભરી રહ્યો છે અને તેમને સંઘને મદદ કરવામાં કે તેનું રક્ષણ કરવામાં કોઈ રસ નથી તેનું આ પરિણામ છે. ભાગવતે બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય મારફતે પોતાની નારાજગી ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચાડી હોવાનું કહેવાય છે.