
ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના સરસવા ગામે શાશ્ર્વત વિકાસ પ્રબોધન પરિષદ વડોદરાના માર્ગદર્શન હેઠળ સુમંગલમ ફાઉન્ડેશન સંચાલિત હાથણી માતા પરિસર સેવા સમિતિ દ્વારા સરસવા ગામે હાથણી માતા ફળીયામાં બીજ પૂજન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના બીજ લાવવામાં આવ્યા હતા અને ગામ લોકો દ્વારા બીજ પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત સરદાર પટેલ પુન: પ્રાપ્ય ઉર્જા અનુસંધાન સંસ્થાન માંથી અધિકારીઓ દ્વારા નિરધૂમ ચુલ્હા અંગે પ્રદર્શન બતાવી અને કુદરતી સ્ત્રોતો દ્વારા પુન: પ્રાપ્ય ઉર્જા અંગે માહિતી આપવામાં આવેલ આ કાર્યક્રમમાં બાકરોલના સરપંચ કલસીંગભાઈ તેમજ આજુબાજુના ગામ લોકો અને સરસવા ગામની બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં હાજરહ્યા હતા.