હાલોલ,
હાલોલ મામલતદાર કચેરીમાં 2010 થી અત્યાર સુધી આરોપીને ફરિયાદીને આઠ કંપનીનો લીગલ એડવાઈઝરનો કોન્ટ્રાકટર મારી પાસે છે તેમ કહી તારી ગાડી ભાડે આપો મહિને 18,000/-રૂપીયા આપવાનો ભાગ કરાર કરી ગાડી લઈ માસીક ભાડુ કે ગાડી પરત પરત નહિ આવી ઠગાઈ વિશ્ર્વાસધાત કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ કંજરી રોડ જયોતિનગર સોસાયટીમાં રહેતા આરોપી કમલકુમાર ગીરીશભાઈ પંચાલ એ કંજરી ગામના મયુરદતસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને વિશ્ર્વાસમાં લઈને મારે આઠ કંપનીનો લીગલ એડવાઈઝર કોન્ટ્રાકટર છે અને મારે ગાડીઓ કં5નીમાં મુકવાની છે. તમારી ગાડી ભાડે આપી મહિને 18,000/-રૂપીયાનું ભાડુ આપીશ. તેમ જણાવ્યું હતું અને મયુરદતસિંહ ઝાલાને નોટરી રૂબરૂમાં ભાડા કરાર કરી આપી ગાડી ભાડે લઈ ગયેલ હતો. જેના ભાડાના રૂપીયા કે ગાડી પરત નહિ આપીને વિશ્ર્વાસધાત-છેતરપિંડી કરતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે આરોપી કમલ ગીરીશકુમાર પંચાલ વિરૂદ્ધ 406,420 મુજબ ફરિયાદ નોંંધાવા પામી છે.