ગોધરા,
જનતા બેંકને 3 લાખ અને હાલોલ અર્બન કો.ઓ. બેંંકને બે લાખ દંડ ફટકારવામાં આવ્યો. રિર્ઝવ બેંક ઓફ ઈન્ડીયાએ પંચમહાલ જીલ્લાની બે સહકારી બેંકો સહિતની રાજ્યની 17 બેંકોને કેસ રિર્ઝવ રેશિયો, સ્ટેચ્યુરીટી લેન્ડીંગ રેસીયો જાળવવામાં નિષ્ફળ જવા બદલ તેમજ ખાતેદારને આવેલી લોન સામે બેંંકના ડિરેકટર્સને ગેરેન્ટર બનાવીને નિયમોનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો.
રિર્ઝવ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા પંચમહાલ ગોધરાની જનતા કો.ઓ.બેંક અને હાલોલ અર્બન કો.ઓ.બેંકના માર્ચ-2021માં આવેલ બેંક ઈન્સ્પેકશન દરમિયાન હકીકત બહાર આવી હતી. બેંક દ્વારા આપવામાં આવેલી લોનમાં ગેરેન્ટર તરીકે ડિરેકટર્સના નામ હતા અને આ લોનના નાણાંનો ખરેખર કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેનુંં નિયમના પણ બેંકે કર્યું ન હતું. ગોધરાની જનતા સહકારી બેંંક ઓછામાં ઓછો કેશ રિર્ઝવ રેશીયોને જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ હતી. કેસ રિર્ઝવ રેશિયો, સ્ટેચ્યુરી લેન્ડીંગ રેશિયાનું પાલન કરવામાં બેંક નિષ્ફળ ગઈ હતી. બેંંકને રૂપીયા 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંંક કેશ રિર્ઝવ રેશિયો જાળવી નહિ શકેલ હાલોલ અર્બન કો.ઓ.બેંકને રૂા.2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.