ગોધરા પાલિકાના નિવૃત પેન્શન કર્મચારીઓને ઓગસ્ટ-2022 બાદ પેન્શન નહિ ચુકવાતા 28 ડિસેમ્બરની અચોકકસ મુદ્દતની હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી

ગોધરા,

ગોધરા નગર પાલિકાના નિવૃત્ત કર્મચારીઓને પેન્શનર્સના ઓગસ્ટ-2022માં પેન્શન ચુકવવામાં આવ્યા બાદ આજદિન સુધી રહેલ પેન્શનની ચુકવણી ન કરવામાં આવતાં 28 ડિસેમ્બર થી પાલિકા કચેરી પાસે અચોકકસ મુદ્દત માટે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની જીલ્લા કલેકટર, પાલિકા ચીફ ઓફિસરને લેખિત ચિમકી ઉચ્ચારવામાં આવી.

ગોધરા નગર પાલિકાના નિવૃત્ત કર્મચારીઓને પેન્શનર્સોને 2022નું પેન્શન ચુકવેલ છે. ત્યારબાદ ચડેલ પેન્શનની ચુકવણી થયેલ નથી. તેમજ મોંંધવારી તફાવતની રકમનું ચુકવણું કરવામાંં આવ્યુંં નથી. પેન્શનની ચુકવણી માટે નગર પાલિકા કચેરીના અધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆત કરવામાંં આવતાં ફંડ ન હોવાના બનાવી ફંંડ ઉપલબ્ધ થશે. ત્યારે બાકીની પેન્શનની રકમનું ચુકવણું કરાશે. જેવા જવાબો આપવામાં આવે છે. પેન્શનર્સમાં મોટાભાગના ચોથા વર્ગના તથા વિધવાઓ છે. જે પેન્શનર્સ ઉપર નિર્ભર છે. તેઓની મોંધવારીના સમયમાં દયનિય સ્થિતીમાં મુકાયા છે. પાલિકા દ્વારા ઓગસ્ટ-2022 બાદ પેન્શનની રકમ ચુકવણી કરવામાં નહિ આવતા નિવૃત પેન્શન દ્વારા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે 28 ડિસેમ્બર 2022 થી પાલિકા કચેરી પાસે અચોકકસ સુધી માટે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે અને આ બાબતે જીલ્લા કલેકટર, પ્રાદેશિક કમિશ્ર્નર નગર પાલિકાઓ, વડોદરા, પાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, જીલ્લા પોલીસવડાને લેખિત જાણ કરવામાં આવી.