દેશમાં ૧૪૪ નહીં હવે ૧૬૦ સીટો માટે ઝઝૂમી રહી છે ભારતીય જનતા પાર્ટી, હિમાચલ પ્રદેશની હારથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે

નવીદિલ્હી,

ભાજપના નેતૃત્વએ ચૂંટણીમાં જીતવામાં મુશ્કેલ મનાતી સીટ ૧૪૪ ગણી હતી પરંતુ હવે આ આંકડો ૧૬૦ કરવામાં આવ્યો છે. તેમાં એક મોટો હિસ્સો બિહાર સંબંધિત છે. કારણ કે જેડીયુ સાથે ગઠબંધન તૂટ્યા બાદ હવે તે અલગ રીતે ચૂંટણી લડવાના મૂડમાં છે. પાર્ટી નેતૃત્વ દ્વારા નબળી સીટો ઉપર જીત મેળવવા માટે ખાસ રણનીતિ બનાવવામાં આવી છે.

મિશન ૨૦૨૪ ની તૈયારી ભારતીય જનતા પાર્ટી અત્યારથી શરૂ કરી દીધી છે. ગત લોક્સભા ચૂંટણીમાં જે સીટ ઉપર હાર થઈ હોય ત્યાં જીતવા માટે સૌથી પહેલા ૧૪૪ સીટોની એક યાદી બનાવવામાં આવી છે. તેના પર કેન્દ્રીય મંત્રી, સાંસદો વગેરેને કેવી અને શું અસર થઈ હતી? તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. સંસદ ભવનમાં પાર્ટીની આ નબળી કડીને મજબૂત બનાવવા માટે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી.

પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા બેઠકમાં સામેલ થયા હતા. આ ઉપરાંત મહાસચિવ સુનિલ બંસલ, વિનોદ તાવડે સહિતના મોટા નેતાઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા અને નાનામાં નાની બાબતની સમીક્ષા કરી હતી આ ઉપરાંત આગામી ચૂંટણીમાં વિજેતા કેવી રીતે બનવું તે માટેનું બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી. એક તરફ બિહારમાં ગઠબંધન છૂટી રહ્યું છે અને બીજી તરફ હિમાચલ પ્રદેશમાં થયેલી હારના કારણે ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.