મંત્રીઓ અને સાંસદોને મળનારી રેવડિયા બંધ કરે જનતાની નહીં : આપ સાંસદ રાધવ ચડ્ડા

  • દિલ્હીની સરકાર ગત સાત વર્ષોથી જનતાને મુફતમાં વિજળી પાણી અને સારૂ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આપી રહી છે.

નવીદિલ્હી,

આમ આદમી પાર્ટીના રાજયસભા સાંસદ રાધવ ચડ્ડાએ મફત રેવડિયોને લઇ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતાં.તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારને જો આટલી જ મુશ્કેલી છે તો તેણે પહેલા મંત્રીઓ અને સાંસદોને મળનારી મફત રેવડિયોને બંધ કરવી જોઇએ નહીં કે સામાન્ય જનતાની.રાધવે આગળ કહ્યું કે દિલ્હીની કેજરીવાલ સરકારે ગત સાત વર્ષોમાં દિલ્હીની જનતાને મફતમાં વિજળી પાણી અને સારૂ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવ્યા બાદ પણ રાજયના બજેટને અનેક ગણુ વધારી બતાવ્યું છે.આથી સ્પષ્ટ થાય છે કે સરકાર ઇચ્છે તો તે જનતાને માળખાકીય સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવી શકે છે.

રાધવે કહ્યું કે આજે દરેક મંત્રીને ત્રણથી ચાર હજાર યુનિટ સુધી મફતમાં વિજળી મળે છે આ ઉપરાંત તેમને મફત હવાઇ યાત્રા અને ત્યાં સુધી કે પેટ્રોલના પૈસા પણ મળે છે.જયારે ભાજપી આ નેતાઓને આ બધુ મફત આપે છે તો તેમને આ મફત રેવડિયા લાગતી નથી જયારે આમ આદમી પાર્ટી જો સામાન્ય જનતાને ૩૦૦ યુનિટ વિજળી મફત આપે મફતમાં પાણી આપે અને સારૂ શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે તો આ બધુ તેને મફતની રેવડી લાગી રહી છે હું આજે ભાજપને પડકાર આપુ છું કે તે પહેલા મંત્રી અને સાંસદોને મળનારી મફતની રેવડીઓને બંધ કરે.

આપ સાંસદે કહ્યું કે આમ આદમી પાર્ટીએ જયારે ૨૦૨૨ની પંજાબ ચુંટણી લડી તો કેજરીવાલે ગેરંટી પર લડી અને જીતી હતી અને આજે પંજાબમાં મફત વિજળી પાણી અને શિક્ષણ મળી રહ્યું છે. તેમણે કહ્યું કે હું આજે વિરોધ પક્ષને કહેવા માંગુ છું કે જો કોઇ અમારા કામથી સંબંધિત વાત કરવી છે કોઇ કટાક્ષ કરવો છે કોઇ કમી કાઢવી છે તો કાઢો પરંતુ વ્યક્તિગત હુમલો કરી જુઠ્ઠાણુ ફેલાવવાની જરૂરત નથી બે ભાઇઓમાં (ભગવંત માન – રાધવ ચઢ્ઢા ) ખુબ પ્રેમ છે.તેમાં નાખવાનો પ્રયાસ ન કરો આ પહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું હતું કે એ બતાવો કે આ (સરકાર) કોણ ચલાવી રહ્યું છે પંજાબમાં ભગવંત માન મુખ્યમંત્રી છે કે રાધવ મુખ્યમંત્રી છે.અમને અધિકારીઓથી માહિતી મળી રહી છે કે તમામ ફાઇલો રાધવ ચઢ્ઢા તપાસી રહ્યાં છે તે ફકત ભગવંત માનને સહી કરવા માટે મોકલી છે પહેલીવાર હિન્દુસ્તાનમાં કોઇ આવી વાત થઇ છે.

રાધવે કહ્યું હતું હું પંજાબના વિરોધ પક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે થોડીક સકારાત્મક વાત કરો પંજાબના લોકોએ તમને લોકોને એટલા નકારી દીધા છે તમે દરેક વખતે નકારાત્મક વાત કરો છો.સકારાત્મક વાત કરો પંજાબની વાત કરો પંજાબના લોકોથી જોડાયેલ વાત કરો પરંતુ વ્યક્તિગત હુમલા કરવાની જરૂરત નથી અંગ્રેજોની જેમ ડિવાઇડ એન્ડ રૂલની પોલિટિકસ કરવાનું બંધ કરવું જોઇએ.