કોરોના સંકટની વચ્ચે જો તમે સસ્તા ભાવે પ્લોટ, મકાન અથવા પછી દુકાન ખરીદવા ઇચ્છો છો તો પછી આ નીલામી પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો. ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ 30 સપ્ટેમ્બરના એક મેગા ઈ-ઑક્શન કરવા જઇ રહી છે, જેમાં 1000થી વધારે ચોક્કસ સંપત્તિઓને નીલામ કરવામાં આવશે. એસબીઆઈ દ્વારા એ સંપત્તિઓની નીલામી કરવામાં આવશે, જે બેંકની પાસે લોનના બદલે ગીરવે રાખવામાં આવી હતી અને પછી લોકો લેણું ચુકવવામાં અસફળ રહ્યા.
લૉન વસુલવા માટે પ્રોપર્ટી નીલામ કરશે SBI
હવે એસબીઆઈ પોતાની લૉન વસુલવા માટે આ પ્રોપર્ટીને નીલામ કરશે. આ પ્રોપર્ટીમાં ફ્લેટ, પ્લોટ અને દુકાનો સામેલ છે. બેંક પ્રમાણે નીલામી તદ્દન ટ્રાન્સપરન્ટ રીતે થશે. બેંક એ તમામ સંબંધિત જાણકારીઓ ઉપલબ્ધ કરાવે છે જે પ્રોપર્ટીને બિડર્સ માટે આકર્ષક બનાવે જેથી તેઓ નીલામીમાં ભાગ લે. બેંકનું એ પણ કહેવું છે કે તે સંપત્તિના ફ્રીહોલ્ડ અથવા લીજહોલ્ડ, તેના માપ, સ્થાન સહિત અન્ય જાણકારીઓ પણ નીલામી માટે જાહેર સાર્વજનિક નોટિસમાં આપશે.
જાણકારી માટે SBIની નજીકની શાખાનો સંપર્ક કરી શકો છો
એસબીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ નીલામીને લઇને જાણકારી આપી છે. આ ઉપરાંત નીલામીથી સંબંધિત જાણકારી માટે તમે એસબીઆઈની કોઈ પણ નજીકની શાખામાં સંપર્ક કરી શકો છો. આ માટે બેંક બ્રાન્ચમાં કોન્ટેક્ટ પર્સન ઉપલબ્ધ રહેશે. જો તમે ઈ-નીલામી દ્વારા પ્રોપર્ટી ખરીદવા ઇચ્છો છો તો બેંકમાં જઇને પ્રક્રિયા અને સંબંધિત પ્રોપર્ટી વિશે કોઈ પણ પ્રકારની જાણકારી લઇ શકો છો. સાથે જ પ્રોપર્ટીનું નિરીક્ષણ પણ કરી શકો છો.