
છત્તીસગઢ ,
છત્તીસગઢ ના મુખ્યમંત્રી ભુપેશ બધેલે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટો જરદારીના નિવેદનની સખ્ત ટીકા કરી છે.તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પર આ રીતના નિવેદન સહન કરવામાં આવશે નહીં તેમણે કહ્યું કે અમે વડાપ્રધાનની સાથે છીએ.
ભુપેશ બધેલે કહ્યું કે હું બિલાવલ ભુટ્ટોના નિવેદનની ટીકા કરૂ છું પીએમની બાબતમાં આ પ્રકારના નિવેદન સહન કરાશે નહીં તેનો જોરદાર જવાબ આપવો જોઇએ આપણા દેશના પીએમની બાબતમાં કોઇ અન્ય દેશના નેતા આ પ્રકારની ભાષાનો પ્રયોગ કેવી રીતે કરી શકે છે. અમે વડાપ્રધાનની સાથે ઉભા છીએ.
બિલાવલ ભુટ્ટોએ પ્રધાનમંત્રી મોદી પર નિવેદનથી દેશમાં વિવાદ મચ્યો છે વિરોધ પક્ષ પણ તેના આ નિવેદનની કડક ટીકા કરી રહ્યાં છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંધવીએ પણ પાક વિદેશ મંત્રીને સલાહ આપી છે કે તમારા માટે એ સારૂ રહેશે કે તમે તમારા દેશનું આત્મનિયંત્રણ કરે તેમણે કહ્યું કે બિલાવલને બેનજીર ભુટ્ટો સહિત હજારો પાકિસ્તાની નાગરિકોની હત્યાના કારણો પર યાન આપવું જોઇએ.
સિંધવીએ પાકિસ્તાનના વધતા દેવા,આર્થિક સંકટ અને આતંકવાદનો ઉલ્લેખ કરતા બિલાવલને આ મુદ્દા પર યાન આપવાની સલાહ આપી છે.તેમણે ટ્વીટ કરી રહ્યું કે બિલાવલ ભુટ્ટોએ એક વિદેશ મંત્રીની જેમ બોલ્યા નથી તેમને સાંભળી એવું લાગ્યું કે કોઇ દુષ્પ્રચાર કરનારક બોલી રહ્યાં હોય.