રાજકોટ,
ગોંડલ સબજેલમાં પૈસા આપવાથી કેદીઓને સુવિધાઓ અપાતી હોવાની વાતને સમર્થન આપતી ઘટના સામે આવી છે. સબજેલનો હવાલદાર જગદીશ સોલંકી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. છેતરપિંડીના કેસમાં જેલમાં રહેલા કેદીને ફોન પર વાતચીત કરવા દેવાના બદલામાં હવાલદાર જગદીશે ૩૫૦૦ રૂપિયાની લાંચ માગી હતી. લાંચની રકમ સ્વીકારતા જ હવાલદારને છઝ્રમ્ ની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે આ કેદી બેંક સાથે છેતરપિંડીના આરોપસર ગોંડલ સબજેલમાં કાચા કામનો કેદી હતો. જે તે સમયે તેણે જેતે સમયે કેદીએ જેલમાંથી છૂટીને પોતે રકમ ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. જેલમાંથી કેદીનો છુટકારો થયા બાદ લાંચની રકમ મેળવવા હવાલદાર જગદીશ સોલંકીએ ઉઘરાણી ચાલુ રાખી હતી.
તમને જાણીને આશ્ર્વર્ય થશે કે ગુનેગાર આલમમાં ‘જલ્સા જેલ’ તરીકે જાણીતી છે. ગોંડલ સબ જેલ અવાર-નવાર વિવાદમાં આવે છે. જેલ વિભાગના વડાની જડતી સ્કવોડ દ્વારા પણ અવાર-નવાર ગોંડલ સબ જેલમાં ચેકીંગ કરવામાં આવે છે. આમ છતાં જેલમાં કેદીઓને ગેરકાયદે સવલતો આપવાનું બંધ કરાયું ન હોય તેવુ લાગી રહ્યુ છે.