અમદાવાદ: BRTS કોરિડોરમાં સર્જાયો અકસ્માત, મહિલાને અડફેટે લીધી

અમદાવાદ,

શહેરમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનચાલકે મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માત સીટીએમ બીઆરટીએસ બસ સ્ટેશન પાસે થયો હતો. અકસ્માતમાં મહિલાએ માથાના ભાગે ઉજા પહોંચી હતી. જે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો પર પ્રવેશબંધી હોવા છતાં અવરજવર કરવામાં આવે છે. આવામાં બીઆરટીએસ કોરિડોરમાં બેફામ આવી રહેલા વાહનચાલકે મહિલાને અડફેટે લીધા હતા. ન્યૂ મણિનગરમાં રહેતા શ્રદ્ધાબેન ઠકકરને અડફેટલે લેતાં તેમને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે બીઆરટીએસ બસ સ્ટેશનની આસપાસ રહેલા લોકો દોડી આવ્યા હતા અને મહિલાને મદદ કરતાં જોવા મળ્યા હતા. સાથે જ અકસ્માત અંગે ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. જે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

નોંધનીય છે કે, બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો બેફાન રીતે ઘુસી આવતાં જોવા મળતાં હોય છે. સાથે જ ખાનગી વાહનો ઉપરાંત કોરિડોરમાં ગાય પણ જોવા મળી હતી. બીઆરટીએસમાં આ પ્રકારના અકસ્માત ન સર્જાય તે માટે ખાનગી વાહનો પર પ્રવેશબંધી છે. આ કોરિટોરમાં માત્ર બીઆરટીએસ બસ જ ચાલે છે, છતાં ઘણા વાહનો શોર્ટકટ અથવા ઝડપથી નીકળી જવા માટે વાહનો લઇને બીઆરટીએસ કોરિડોરમાં ઘુસી જતાં હોય છે. જેના લીધે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે.