જુનાગઢ ગિરનાર રોપ વે પૂણેતા ના આરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી બાદ ઉદ્ધાટન કરવા માટે આવશે.. ગુજરાતમાં પાવાગઢ સાપુતારા અંબાજી અને હવે જુનાગઢમાં ગિરનાર રોપ વે ટુંક સમયમાં ચાલું કરવામાં આવશે ત્યારે ગિરનાર ખાતે રોપ વે શરૂ કરવામાં વષોે લાગી ગયા છે અને ૧૮ વર્ષ પછી જુનાગઢ ખાતે ગિરનાર પર્વત પર રોપ વે નું સપનું સાકાર થવા જઈ રહીયુ છે અને ભારત ના વડાપ્રધાન હસ્તે દિવાળી બાદ જ્યારે આ રોપ વે ખુલ્લો મુકાશે ત્યારે જુનાગઢ જિલ્લા માટે વિકાસ દ્વારા પણ ખુલ્લા થશે અને સરકાર પ્રવાસન વિભાગ અને લોકો માટે પણ મોટી આવક ઉભી થશે તેવું જણાઈ રહ્યું છે.
ત્યારે આ રોપ વે નો કોન્ટ્રાક્ટ ઉષા બ્રેકો કંપની ને ૧૬/૭/૧૯૯૪ માં અપાયો હતો અને તેની મંજૂરી સરકારે તા ૨૫/૩/૨૦૦૨ આપી હતી અને જેનું ખાત મુહૂર્ત નરેન્દ્રભાઈ મોદી એ તાહ૧/૫/૨૦૦૭ કયુે હતુ અંદાજીત રૂ નવ કરોડ રૂપિયા આ પ્રોજેક્ટ ખચે હાલમાં રૂ ૧૩૦ કરોડે પહોંચી જવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આધુનિક ટેકનોલોજી વાળા આ રોપ વે શરૂ થતાં જુનાગઢમાં પ્રવાસમાં ટુરીઝમ ની સંખ્યામાં વ્યાપક વધશે અને જેનાથી હોટલ ખાણી પીણી અને રિચોેડ સહિત ના ધંધા ને વેગ મળશે અને જુનાગઢ જીલ્લામાં રોપ વે શરૂ થવાની સાથે સાથે ધંધા રોજગાર ક્ષેત્રે પણ વિકાસ દ્વારા ખુલશે ત્યારે માત્ર જુનાગઢજ નહીં પણ આનો લાભ સોમનાથ જીલ્લા ને પણ થશે અને જુનાગઢ અને સોમનાથ બંને જીલ્લામાં પ્રવાસીઓની સંખ્યામાં ઝોરદાર વધારો થશે.