ગોધરામાં પત્નીના લીવર ટ્રાન્સપલાન્ટ માટે પતિની પોકાર : ગુજરાતની દયાળુ જનતા આગળ આવે અને મને મદદ કરો

દુનિયામાં લીવર ફેઈલ થવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લીવર ફેઈલ થવાની સ્થિતિમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ એકમાત્ર છે. ત્યારે આવા જ એક લીવર સિરોસિસના રોગથી વડોદરા શહેરના સોમા તળાવ પાસે રહેતા પોલામી શાહ પીડાઈ રહ્યાં છે. ડોક્ટરના કહેવા પ્રમાણે લીવર ટ્રાન્સપ્લાન્ટ જ તેને બચાવવાનો એકમાત્ર રસ્તો છે. જ્યારે આ ઓપરેશનનો ખર્ચ 25,00,000 નો છે. જે તેમને પરવડી શકે તેમ નથી, કેમ કે પોલામી શાહના પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી. તે માટે તેઓ કાઉન્ટ ફંડિંગ પર આધાર રાખી રહ્યાં છે. ત્યારે પોલામી શાહના પતિ તુષાર શાહે દરેક લોકોને પાસે નમ્રતાપૂર્વક તેમના પત્નીના ઓપરેશન માટે મદદરૂપ થવા માટે આર્થિક મદદની સોશિયલ મીડિયા થકી કરી છે.

મારી પત્ની પોલામી શાહને 2020 માં પગમાં સોજા ચડ્યા હતા. જે માટે અમે વડોદરા હોસ્પિટલમાં ડોક્ટર પાસે લઈ જઈ તેની તપાસ કરાવી હતી. બાદમાં ડોકટર દ્વારા તેને એન્ડોસ્કોપી કરાવ્યા બાદ ખબર પડી કે તેમને લીવરની તકલીફ છે. ત્યારપછી 2021 માં તેમની પત્ની પોલામીને કોરોના થતા તેમનું લીવર હાર્ડ થઈ ગયું હતું. જે માટે વડોદરાના ડોક્ટર દ્વારા મુંબઈ કે દિલ્હી લઈ જવાની સલાહ આપી હતી, પરંતુ આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોવાના કારણે તેઓ મુંબઈ કે દિલ્હીના લઈ જઈ ના શકતા અને આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગયા હતા. ત્યાં તેમની તપાસ કરાવી ત્યારે સિવિલ હોસ્પિટલના ડોકટરે લીવર ટ્રાન્સપોર્ટની વાત કરી અને સામે કોઈ ડોનર લાવવું પડશે. જેથી તુષાર શાહે પોતાની પત્નીની સ્થિતિ વધારે ખરાબ ન થાય તે માટે અમદાવાદ સોલા રોડ ઉપર આવેલી સીમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

પત્નીને બચાવવા પતિએ માગી મદદ

નમસ્કાર મિત્રો હું તુષાર શાહ વડોદરાથી અને અત્યારે સીમ્સ હોસ્પિટલ અમદાવાદથી વાત કરી રહ્યો છું. મારા ધર્મપત્ની પોલામી શાહ જે લીવર સિરોસીસના રોગથી છેલ્લા બે મહિનાથી પીડાઈ રહ્યાં છે. અને ડોક્ટરના જણાવ્યાં મુજબ તેમની લાઈફ સેવ કરવા માટે લીવર ટ્રાન્સપલાન્ટ જ એકમાત્ર છેલ્લો ઉપાય છે. તો ગુજરાતની જનતા અને દાતાઓને નમ્ર વિનંતી છે કે આગળ આવો અને તેમને બચાવવા માટે મને મદદ કરો.