ગોધરા તાલુકાના જુની ધરી ગામે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના કારણે પાણીના ટેસ્ટીંગ દરમિયાન લાઈનમાં 200 જેટલા લીકેજ નિકળ્યા

  • ગ્રામજનો દ્વારા નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજુઆત વાસ્મો કા.પા.ઈજનેરને કરી.

ગોધરા,

ગોધરા તાલુકાના જુની ધરી ગામે નલ સે જલ યોજનામાં કોન્ટ્રાકટર દ્વારા પાઈપ લાઈન અને નવી પાણીના ટાંકાનું કામ કરવામાં આવ્યું હતું. તેમાં પાણીના ટેસ્ટીંંગ દરમિયાન પંંચકો નિકળતા યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું રજુઆત વાસ્મો કચેરીના ના.કાર્યપાલક ઈજનરને કરવામાં આવી.

ગોધરા તાલુકાના જુની ધરી ગામે નલ સે જલ યોજનામાં ગામમાં કોન્ટ્રાકટર દ્વારા નવિન પાઈપ લાઈન તથા નવા કનેકશન તેમજ નવા પાણીના ટાંકાનું કામ કરવામાં આવેલ હતું. આ નલ સે જલ યોજનાની પાઈપ લાઈનનું ટેસ્ટીંંગ કરવામાં આવ્યું ત્યારે અલગ અલગ ફળીયા-મહોલ્લામાં 200 થી વધુ પંચરો નિકળ્યા હતા. બાદમાં પંચરો બનાવીને ટેસ્ટીંગ કરતા વધુ પંચરો નિકળ્યા હતા. જુનીધરી ગામે પાણીના ટાંકાની મેઈન લાઈનમાં 20 થી વધુ પંચરો છે. કૈલાશ નગરમાં જુની પાઈપ લાઈનમાં કનેકશનો આપેલ છે. તેમાં એક જ ટેન્સીંગ ડબલ પાઈપ નાખેલ છે. પાણીના ટાંકામાં પણ હલ્કી ગુણવત્તાનો સામાન વાપરેલ છે. પાઈપો તથા કનેકશન હલ્કી ગુણવત્તામાં માલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હલ્કી ગુણવત્તાના કારણે વારંવાર પંચરો પડે છે અને ગ્રામજનોને દુષિત પાણી પીવડાવવામાં આવે છે. ત્યારે પાણીના ટાંંકા થી ગ્રામ પંચાયત પાસે વાલ્વ મુકેલ હોય ત્યાં નવી પાઈપ લાઈન નાખવામાંં આવે. નવી પાણીના ટાંકાની મેઈન પાણીની લાઈન સંપ બનાવેલ છે. તેમાં પાઈપ લાઈન જોઈન્ટ કરવામાં નહીં આવતાં પાણી તથા આંટા ફળીયા અને પીપખીવાના ફળીયામાં નળ થી પાણી મળી રહ્યું નથી. લાખો રૂપીયાના ખર્ચે નલ સે જલ યોજના લોકોની સુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય ત્યારે જુનીધરી ગામે જે કોન્ટ્રાકટર દ્વારા નલ સે જલ યોજનાની કામગીરી કરવામાં આવી તેની સામે કાર્યવાહી કરવામાંં આવે તેવી માંગ સાથે જુનીધરી ગામના ગ્રામજનો દ્વારા ગોધરા વાસ્મો કચેરી નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરવામાં આવી.