ગાંધીનગર: રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ૠષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ૧૨ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે શપથ લીધા હતા. જે બાદ હવે ગુજરાત વિધાનસભાનું વિધાનસભા સત્ર મળવા જઈ રહ્યું છે. આજ તમામ ચૂંટાયેલા ધારાસભ્ય શપથ યોજાશે. સીએમ ભુપેન્દ્ર પટેલથી શપથ લેવાના શરૂઆત થશે.
ત્યાર બાદ મંત્રીઓ અને ત્યાર પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય તરીકે શપથ લેશે. ધારાસભ્ય શપથ લેવાની સાથે તેઓ મળતા પગર ભથ્થા સહિત તમામ લાભ મળતા હક્કો શ્રી થઇ જશે. આવતી કાલે ૧૫મી ગુજરાત વિધાનસભાનું વિધાનસભા સત્ર મળશે, જેમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની નિમણૂક કરવામાં આવશે.
વિધાનસભામાં શાસક પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉત્તર ગુજરાતના મોટા ઓબીસી નેતા એવા શંકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપાધ્યક્ષ પદે શહેરા બેઠકના સિનિયર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ બંને હોદ્દા પર સહકાર ક્ષેત્રના મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આજે આ બન્ને નેતાઓ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ તે પહેલા પ્રોટેમ અધ્યક્ષ તરીકે યોગેશ પટેલની નિમણૂક કરાઇ હતી. જે તમામ ધારાસભ્ય શપથ લેવાડાવશે. વિધાનસભા ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ , અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની આગેવાનીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય માર્ગદર્શન અપાયું હતું.