વિવાદ: તમારી દીકરી સાથે બેસીને આ ફિલ્મ જોજો: મધ્ય પ્રદેશના સ્પિકરે શાહરુખ ખાનને આપી ચેલેન્જ

ભોપાલ,

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બાદ રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ ગિરીશ ગૌતમે પણ અભિનેતા શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાનનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, શાહરુખને પોતાની દીકરી સાથે આ ફિલ્મ જોવી જોઈએ. એક તસ્વીર અપલોડ કરવી જોઈએ અને દુનિયાને બતાવવું જોઈએ કે, તે પોતાની દીકરી સાથે બેસીને આ ફિલ્મ જોઈ રહ્યો છે. હું આપને પયગંબર પર એક આવી ફિલ્મ બનાવવા અને જોવાનો પડકાર આપું છું. સિનેમાઘરોમાં પઠાનના પ્રતિબંધ લગાવાની માગની વચ્ચે આજથી શરુ થઈ રહેલા પાંચ દિવસીય શિયાળુ સત્ર પહેલા વિધાનસભા અધ્યક્ષ ગૌતમે આ વાત કહી હતી.

વિપક્ષના નેતા ડો. ગોવિંદ સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચોરી સહિત વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ પણ ફિલ્મનો વિરોધ કરતા કહ્યું કે, અમારા મૂલ્યોની વિરોધમાં છે. સુરેશ પચૌરીએ કહ્યું કે, આ પઠાન વિશે નથી. પણ કપડા વિશે છે. ભારતીય સંસ્કૃતિમાં, કોઈ પણ મહિલાને આવી રીતે કપડા પહેરવા અને સાર્વજનિક રીતે તેને પ્રદર્શિત કરવાની મંજૂરી નથી. પછી તે હિન્દુ, મુસ્લિમ અથવા અનુયાયી હોય.ગત બુધવારે નરોત્તમ મિશ્રાએ ફિલ્મના એક ગીત પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગીતમાં વેશભૂષા વાંધાજનક છે. ગીત એક ગંદી માનસિક્તાને દર્શાવે છે.

નરોત્તમ મિશ્રાનું નિવેદન પઠાન નિર્માતાઓ દ્વારા બેશર્મ રંગ ગીત રિલીઝ કર્યાના બે દિવસ બાદ આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું ફિલ્મના નિર્માતાઓને ગીતના વાંધાજનક ભાગને ઠીક કરવા માટે સલાહ આપું છું, આ અગાઉ દીપિકા પાદુકોણ જેએનયૂમાં ટુક઼ડે-ટુકડે ગેંગના સમર્થનમાં ઊભી થઈ હતી. તેમની માનસિક્તા ઉજાગર થઈ ગઈ હતી. મારુ માનવું છે કે, ગીતનું ટાઈટલ બેશર્મ રંગ પણ વાંધાજનક છે. સાથે જ તેમણે કહ્યું કે, જે રીતે ભગવા રંગ અને લીલા રંગનો વેશભૂષા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, તે વાંધાજનક છે. ફેરફાર કરવાની જરુર છે.જો આવું નહીં કરો તો અમારે વિચારવું પડશે કે, મધ્ય પ્રદેશમાં ફિલ્મ રિલીઝ થવા દેવી કે નહીં.