ઝાલોદમાં રખડતા કુતરાઓમાં રોગ ફેલાતા નગરજનોમાં ફફડાટ

ઝાલોદ,

ઝાલોદ નગરમાં રખડતા કુતરાઓમાં છેલ્લા ધણા સમયથી કઈંક રોગ થયો હોવાનુ સામે આવ્યુ છે. રખડતા જોવા મળતા કુતરાઓ સતત ખજવાળી રહ્યા છે. તેમજ કુતરાઓનુ શરીર નબળુ પડવાની સાથે ખરાબ થતુ જોવા મળી રહ્યુ છે. નગરમાં ફરતા કુતરાઓમાં રોગ ફેલાયાની શકયતાઓ જોવાઈ રહી છે. હાલમાં નગરમાં સામાન્ય રોગોનો વાવર ચાલી રહ્યો છે. તેવામાં બીજી તરફ નગરોમાં રખડતા કુતરાઓમાં બિમારી વકરતા નગરજનોમાં ચિંતાનો વિષય બન્યો હતો.નગરમાં અસંખ્ય કુતરાઓ ફરી રહ્યા છે. મકાનના ઓટલા પર તથા શહેરીઓમાં નાના બાળકો રમતા હોય છે. ત્યાં આ કુતરાઓ પણ આસપાસ બેસતા હોવાથી નગરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કુતરાઓમાં કઈ બિમારી ફેલાઈ છે તેની જવાબદાર વિભાગ દ્વારા તપાસ કરવી જરૂરી બની છે. હાલમાં કુતરાઓમાં ફેલાયેલી બિમારીને લઈને નગરમાં ગભરાટ સાથે ચર્ચાનો વિષય બન્યો છે.