કડાણાના કેળામુળ ગામના તળાવને કડાણા કાળા કાંઠા નહેરથી પાણી ભરવાની યોજનાની મંજુરી મળે તેવી રજુઆત

કડાણા,

કડાણા તાલુકામાં આવેલ કેળામુળ ગામ તલાવ ચોમાસામાં પણ વરસાદના પાણી થી નહીં ભરાતાં આ તળાવ હાલ પાણી વગર સુકુ ભઠ્ઠ ભાસી રહેલ છે. આ કેળામુળ તલાવ થી માત્ર બે કીલોમીટર દુર કડાણા ડાબા કાંઠા મુખ્ય નેહર આવેલ છે. જે આ નહેરના પાણી થી કેળામુળનું તળાવ ભરવાની માંગ આ વિસ્તારની ગ્રામજનોને ખેડુતોની છે. આધારભૂત રીતે મળતી માહિતી મુજબ આ કેળામુળ તળાવને કે એલબીસી નહેરના પાણી થી ભરવાની અંદાજીત રૂપિયા ચાર કરોડના ખર્ચે વાળી યોજના છે. અને આ આ કામ અંગેની જરૂરી દરખાસ્ત પ્લાન એસ્ટીમેન્ટ સહીતની જરૂરી મંજુરી અર્થે સરકારમાં વિભાગ દ્વારા મોકલવામાં આવેલ છે.

પરંતુ આ દરખાસ્તને સરકાર માંથી હજુ સુધી જરૂરી વહીવટી મંજુરી નહીં મળતાં આ કામગીરીના ટેંન્ડરની કાર્યવાહી થઈ શકેલ નથી. અને વહીવટી મંજુરી નહીં મળતાં આ કામગીરી અટવાઈ ગયેલ જોવાં મળે છે. સરકાર દ્વારાને વિભાગ દ્વારા કેળામુળ તલાવ ભરવાની કામગીરીની દરખાસ્તને વહીવટી મંજુરી વહેલી તકે આપીને આ કામગીરીના ટેન્ડર બહાર પાડવામાં આવે અને આ કામગીરી વહેલી તકે શરૂ વિભાગ દ્વારા કરાય તે અંગે ઊચ્ચસ્તરે રજુઆતો કરાયેલ છે.