શહેરાના મોરવા(રેણા) ગામે હોમિયોપેથીક કોલેજના પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીને જાતિઅપમાનિત કરી મારમારતાં ફરિયાદ

શહેરા,

શહેરા તાલુકાના મોરવા(રેણા) ગામે જય જલારામ હોમીયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાલ્મિકી સમાજનો હોય તેવું જણાતા આરોપીએ પરીક્ષા દરમ્યાન બીજાની જનરલ લઈ કેમ બેસેલ છે. તેમ કહી જાતિ અપમાનિત કરી પી.યુ.સી. પાઈપ થી મારમારી ગુન્હો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના મોરવા(રેણા) ગામે જય જલારામ હોમીયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતાં જૈમિનભાઈ મોહનભાઈ ચૌહાણ જે કોલેજમાં અભ્યાસ કરતા હોય અને તે વાલ્મિકી સમાજનો હોય તે કોલેજના પ્રિન્સીપાલિ વિજયભાઈ હસમુખભાઈ પટેલ જાણતા હોવા છતાં જૈમિન ચૌહાણની પરીક્ષા દરમિયાન આરોપીએ પરીક્ષા દરમિયાન બીજાની જનરલ લઈને કેમ બેસેલ છે. તેમ કહીને જાતિ વિષયક અપશબ્દો બોલીને જૈમિનને બે-ત્રણ ઝાપટો મારી પી.યુ.સી. પાઈપથી મારમારી જાહેરનામાનો ભંંગ કરી તેમજ જાતિઅપમાનિત કરતાં આ બાબતે શહેરા પોલીસ મથકે આરોપી વિજયભાઈ પટેલ વિરૂદ્ધમાંં આઈપીસી 323,504 એક્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી પ્રિન્સીપાલની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.