લુણાવાડા,
મહીસાગર જિલ્લાના જે ઉમેદવારો તા-02/11/2022ના રોજ અમદાવાદ ખાતે લશ્કરી ભરતી મેળામાં પાસ થયા છે તે અને જે ઉમેદવારોને એડમીટ કાર્ડ મળેલ છે. તેવા ઉમેદવારો માટે જ આગામી 10 દિવસમાં આર્મીની લેખિત પરીક્ષા માટેનો નિશુલ્ક તાલીમ વર્ગ યોજવાનો હોઈ પાસ થયેલ ઉમેદવારોએ તેમના એડમીટ કાર્ડ સાથે રોજગાર કચેરી લુણાવાડા ખાતે સ્વ ખર્ચે આવી રૂબરૂમાં લેખીત 10 દિવસમાં સહમતી આપી જવા જણાવવામાં આવે છે. તેમ રોજગાર અધિકારી (જન) લુણાવાડા, મહીસાગરની અખબાર યાદીમાં જણાવેલ છે.