- રાજેશ ત્રિવેદીએ 120 વ્યકિતના 5.22 કરોડ ઉપરાંતનું ફુલેકું ફેરવનાર 10 વર્ષ પોલીસની પકડમાં આવ્યો.
ગોધરા,
ગોધરા શહેર પોસ્ટ ઓફિસમાં એજન્ટ તરીકે કામગીરી કરતાં આરોપી રાજેશ ચંદ્રકાન્ત ત્રિવેદી દ્વારા 2005 થી 2012ના સમયગાળા દરમિયાન 120 જેટલા વ્યકિતઓ સાથે 5,22,33,175 કરોડની છેતરપિંડી વિશ્ર્વાસધાત કરનાર આરોપી વિરૂદ્ધ નોંધાયેલ ગુન્હામાં આગોતરા જામીન આપવામાં આવ્યા હતા. આગોતરા જામીનની મુદ્દત પુરી થતાં પંચમહાલ ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી 20 ડિસેમ્બર સુધીના રીમાન્ડ મેળવ્યા. હાઈપ્રોફાઈલ છેતરપિંડીના ગુન્હાનો આરોપી આખરે પોલીસના શકંજામાં આવ્યો.
ગોધરાના લુહાર સુથાર ફળીયામાં રહેતા રાજેશ ચંદ્રકાન્ત ત્રિવેદી જે પોસ્ટ ઓફિસમાં એજન્ટ તરીકેની કામગીરી કરતાં હોય અને વર્ષ 2005 થી 2012ના સમયગાળા દરમિયાન પોસ્ટ વિભાગના કર્મચારીઓની સાંઠગાંઠની ફરિયાદી જયુન ઉર્ફે પપ્પુભાઈ કનુભાઈ ધરીયાળીને વિશ્ર્વાસમાં લઈ તેમની પત્ની અને પુત્રના નામે 10 લાખના એમ.આઈ.એસ.ના ત્રણ ખાતા ખોલવા તથા એસ.બી.આઈ.નું બેંક ખાતું ખોલાવી તેમાં 10 લાખ જમા કરાવડાવી વિશ્ર્વાસધાત છેતરપિંડી કરી આવા દસ્તાવેજો ઉપર ખોટી સહીઓ કરી જયુન ધડીયાળી તેમજ તેમની પત્ની અને પુત્રના વ્યાજ સહિતના કુલ 10,27,000/-રૂપીયા પોસ્ટ માંથી બારોબાર ઉપાડી લઈ અંગત કામમાં વાપરી નાખી ગુન્હો કરતાં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ગુ.ર.નં.65/2012 ઈ.પી.કો. કલમ 406,409,420,465,467,468,114 મુજબ ફરિયાદ નોંધાવા પામી હતી. આરોપી રાજેશ ચંદ્રકાન્ત ત્રિવેદી દ્વારા 120 વ્યકિતઓને ભોગ બનાવીને 5,22,33,175/-કરોડના ચુનો લગાવી નાશી છુટીયો હતો. આરોપી પોસ્ટ એજન્ટ રાજેશ ત્રિવેદી ધર છોડી નાશી છુટતાં પોલીસ દ્વારા પંચો સાથે રાખી રહેણાંક ધરમાં તપાસ કરી પાસબુકો-863, હિસાબી ચોપડાઓ નંગ-25, રબર સ્ટેમ્પ-62, પેકનંગ-2, શિડયુલ ફોર ડીપોઝીટ રીકરીગ ફાર્મ-85, કિસાન વિકાસપત્રો અને નેશનલ સેવીંગ સર્ટીફિકેટ-21, ઈન્દીરા વિકાસપત્ર-2, વિમા પોલીસીઓ પ્રિમીયમ ભરેલાની પહોંચ નંગ-41, એલ.આઈ.સી. પ્રિમીયમ ભરેલાની પહોંચ નંગ-103, એલ.આઈ.સી.પ્રિમીયમ કલેકશન સેન્ટરની પહોંંચો-88, લક્ષ્મી કો.ઓ.ક્રેડીટ સોસાયટીના સર્ટી નંગ-8, પોસ્ટ ઓફિસના વિડ્રોલ ફોર્મ, પોસ્ટમાં ખાતુ ખોલવાાના અરજી ફોર્મ-23, કિસાન વિકાસ પત્રો તથા સીનીયર સીટીજન સેવિંગ સ્કીમ એકાઉન્ટ ખોલવા કોરા તથા સહીવાળા-15, અલગ અલગ બેંકના લખેલા ચેક નંંગ-12, પોસ્ટ ખાતાની એકાઉન્ટ પાસ બુકો નંંગ-460, એસ.બી.આઈ. પાસ બુક-2, પાસબુકો-36, પોસ્ટ ઓફિસ સેવિંગ બેંંકની કોરી ચેક બુક નંગ-3, આઈ.સી.આઈ.સી.આઈ. બેંક ચેક બુક-1 અને સ્કુટર તેમજ બે મકાનો એજન્ટ દ્વારા 120 વ્યકિતઓ સાથે છેતરપિંડી વિશ્ર્વાસધાત કરી 5,22,33,175/- કરોડ રૂપીયાના ગુન્હામાં રાજેશ ચંદ્રકાન્ત ત્રિવેદી વિરૂદ્ધમાં સી.બી.આઈ./ એલ.સી.બી. ગાંધીનગર ખાતે ચાર અલગ અલગ એફ.આર.આઈ. નોંંધાવા પામી હતી. આરોપી રાજેશ ત્રિવેદી ગુજરાત નામદાર કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકતા રાજેશ ત્રિવેદી તા.13/12/2022ના રોજ જામીન ઉ5ર મુકત કરેલ ત્યારે પંચમહાલ ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નામદાર કોર્ટમાં આરોપી રાજેશ ત્રિવેદીની કસ્ટડીના રીમાન્ડની માંંગણી કરતાં નામદાર કોર્ટ દ્વારા શરતોના આધારે 20 ડિસેમ્બર સુધીના પોલીસ રીમાન્ડ મંજુર કરવામાંં આવ્યા. ગોધરામાં 120 લોકોનુંં પાંચ કરોડ ઉપરાંંતનું ફુલેકું ફેરવીને નાસતો ફરતો પોસ્ટ એજન્ટ આખરે પોલીસ સકંજામાં આવતાં છેતરપિંડી વિશ્ર્વાસધાતના ભોગ બનેલા લોકોને ન્યાયની આશા જાગી છે.