દિલ્હી સરકાર કોરોના પીડિત પરિવારને ૧ કરોડ આપવા પડશે પાછળ નહીં હટી શકે : હાઇકોર્ટ

નવીદિલ્હી,

દિલ્હી હાઇ કોર્ટે કોરોના મહામારીના કારણે થયેલા મોત માટે દિલ્હી પોલીસના જવાનોના સ્વજનોને એક કરોડ રૂપિયાની અનુગ્રહ રકમ ચુકાવવાનું કહેતા નિર્દેશ આપ્યા કે, અનુગ્રહ રકમની ચૂકવણી માટે કરવામાં આવેલી સ્પષ્ટ જાહેરાતથી દિલ્હી સરકારે પાછળ હટવું ન જોઇએ. ન્યાયાધીશ પ્રતિભા એમ. સિંહની પીઠે મૃતકની પત્નીની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, અધિકારીઓ સાથે જ પ્રેસ કોન્ફરન્સની ક્લિપિંગથી સ્પષ્ટ છે કે, દિલ્હી સરકારે મૃતકના સ્વજનને એક કરોડ રૂપિયાની અનુગ્રહ રકમ આપવાની જાહેરાત કરી હતી.

ગર્ભવતી અરર્જીક્તા મહિસાનો પતિ દીપ ચંદનું બંધુ હૉસ્પિટલમાં કોરોના મહામારી દરમિયાન તૈનાતીના સમયે ૫ મે ૨૦૨૦ના રોજ નિધન થઇ ગયું હતું. કોર્ટે કહ્યું કે, વર્તમાન કેસમાં એક સહાનુભૂતિપૂર્ણ વિચારની જરૂરિયાત હતી અને વળતરની ચૂકવણીમાં વધુ મોડું નહીં કરી શકાય. તો દિલ્હી સરકારે કહ્યું કે, આ સંબંધમાં નિર્ણય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા મુખ્યમંત્રી અનુમોદનથી લઇ શકાય છે. દિલ્હી સરકારે કહ્યું કે, એવામાં તેના પર વિચાર કરીને તેને મોકલી શકાય છે.

તેના પર પીઠે કહ્યું કે, ૧૩ માર્ચ ૨૦૨૦ની કેબિનેટના નિર્ણય હેઠળ કેસને મંત્રીઓ સમક્ષ રાખવામાં આવે. સાથે જ એવા પણ નિર્દેશ આપ્યા છે કે અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સંબંધિત રેકોર્ડ ૧૫ જાન્યુઆરીના રોજ રજૂ કરવામાં આવે. અરર્જીક્તાએ કહ્યું કે, મહામારી દરમિયાન દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશોમાં દિલ્હી પોલીસકર્મીઓને શહેરભરમાં કોરોના ડ્યુટી માટે તૈનાત કરવાની જરૂરિયાત હતી એટલે પ્રતિવાદીઓ દ્વારા આ તર્ક આપી શકાય નહીં કે જીવ ગુમાવનારા કોન્સ્ટેબલ કોરોના ડ્યુટી પર નહોતા.

અરજીમાં મૃતકની પત્નીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૭ મે ૨૦૨૦ના રોજ તેના પતિના નિધન સંબંધમાં કરેલી ટ્વીટનો સંદર્ભ આપ્યો. જેમાં મૃતકના સ્વજનને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ત્યારબાદ તે અનુગ્રહ રકમ માટે આમ તેમ ભટકી રહી છે. મહિલાએ કહ્યું કે, તે પોતાના પતિના મૃત્યુના સમયે ગર્ભવતી હતી અને તેને હવે પોતાના બે બાળકોની દેખરેખ કરવાની છે. કેસની આગામી સુનાવણી ૨ ફેબ્રુઆરીના રોજ થશે.