બે દિવસમાં પોલીસે ૪૦ કિલોથી વધુ ગાંજો ઝડપ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

ભુજ,

ગુજરાતમાં ડ્રગ્સની હેરફેર સાથે માદક પદાર્થ ગાંજાની હેરફેર પણ વધી છે. જેમાં પાછલા દિવસોમાં ગુજરાતના ધણા વિસ્તારોમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો વિવિધ પોલિસ વિભાગોએ ઝડપ્યો છે તો ગાંજાના વાવેતરના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે કચ્છમાં પણ ગાંજાની હેરફેરના ૨ દિવસમાં ત્રણ કિસ્સા સામે આવ્યા છે. જેમાં પૂર્વ કચ્છની અલગ-અલગ પોલીસે ટીમે ૨ દિવસમાં વિવિધ જગ્યાએ દરોડો પાડી ૪૦કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

જેમા આજે પૂર્વ કચ્છમાં પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી બે ગાંજાના કેસ શોધી કાઢ્યા છે. જેમાં પુર્વ કચ્છ એલસીબી એસઓજી તથા પરેલોફર્લો સ્કોડે દરોડો પાડી પડાણા-વરસાણા વચ્ચેથી એક શખ્સને ૧ કિલો ગાંજાના જથ્થા તથા એક ગેરકાયદેસર દેશી બંદૂક સાથે મુળ બિહારના રાજવીર સૌરાજ રાહર યાદવની ધરપકડ કરી છે તો બીજી તરફ પેટ્રોલીંગ દરમ્યાન અંજાર પોલિસની હદ્દમાં કાર્યવાહી કરી રાજવીર પાસેથી ગાંજાનો જથ્થો મેળવનાર મહેશ યાદવને ૧૧ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ મામલે ભવાની યાદવ અને સતેન્દ્રકુમાર યાદવનુ નામ તપાસમાં ખુલ્યુ છે. જેને ઝડપવા માટે તપાસ એજન્સીએ તપાસ શરૂ કરી છે.

આજે પુર્વ કચ્છમાં પોલીસે ગાંજાને બે સફળ કેસ કર્યા ત્યા બે દિવસ પહેલા પુર્વ કચ્છમાંથી ર્જીંય્એ ગાંધીધામ કોર્ગો ઝુંપડા નજીકથી શાકીર હુરમામદ અંશારી રહે. વેસ્ટ દિલ્હી તથા કાયદાના સંધર્ષમાં આવેલ એક કિશોરની અટકાયત ૩૨ કિલો ગાંજા સાથે કરી હતી જેમાં પણ બિહારના નિતીશસિંગ તથા મનિષસિંગ નામના ૨ વ્યક્તિઓની સંડોવણી સામે આવી હતી.ર્જીંય્ તથા અન્ય પોલિસ બ્રાન્ચોએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ગાંજાના વાવેતર સાથે ગાંજાના વહેંચાણનુ દુષણ વયુ છે અને તેના પુરાવા તાજેતરમાં ઝડપાયેલા કિસ્સાઓ પરથી ફલીત થાય છે ત્યારે મેટ્રો સેન્ટરોની સાથે છેવાડાના જીલ્લા સુધી પણ ગાંજાનુ નેટવર્ક ફુલ્યુ ફાલ્યુ છે ત્યારે ગાંજાના વહેંચાણ સાથે તેના નેટવર્ક સુધી પહોંચવા માટે હાલ પુર્વ કચ્છની વિવિધ બ્રાન્ચો કામે લાગી છે.