નવીદિલ્હી,
શારૂરુખ ખાનની ફિલ્મ પઠાણના બેશર્મ ગીતને લઈને ભગવા રંગની બિકીનીનો વિવાદ છેડાયો છે, પણ તેના લીધે આ ગીતને મળેલી વ્યુઅરશિપ જબરજસ્ત ઉપર ગઈ છે અને ફક્ત પાંચ જ દિવસમાં તેને દસ કરોડથી વધુ વ્યુ મળ્યા છે. આ દરે જોઈએ તો પઠાણ અત્યારથી જ સુપરહિટ થઈ ગયું છે. બેશર્મ ગીતમાં ફિલ્મ પ્રશંસકો શાહરુખ ખાન અને દીપિકાનું જબરજસ્ત કેમિસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે. મયપ્રદેશના પ્રધાન નરોત્તમ મિશ્રાએ અપનાવેલા આકરા વલણના લીધે રાજમયાં ફિલ્મનું પ્રદર્શન જોખમમાં મૂકાયું છે.
તેમણે જણાવ્યું હતું કે ફિલ્મમાં વાંધાજનક દ્રશ્યો છે. તેમણે કહ્યું કે આ શોટ્સ રિપ્લેસ ન કરાયા તો મઘ્યપ્રદેશ માં પઠાણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાઈ શકે છે. યશરાજ ફિલ્મ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલરે આ ન્યુઝ શેર કર્યા છે અને જણાવ્યું હતું કે આ તો હજી અમારી શરૂઆત છે.
પઠાણના ગીત બેશર્મ રંગે તેના રિલીઝ થયા પહેલા જ જબરજસ્ત હાઇપ ક્રીયેટ કર્યો છે. પણ દીપિકા પાદુકોણના જબરજસ્ત ગ્લેમરસ સ્વિમ સ્યુટ અથવા એસઆરકેના મસલમેન જેવા મસલ્સની સાથેના જબરજસ્ત ફિઝિકના લીધે પ્રશંસકો તેને પસંદ કરી રહ્યા છે.
આ ગીત ૧૨મી ડિસેમ્બરે જારી થયુ હતુ. આ ગીતનું સ્પેનના કેટલાક શાનદાર સ્થળોએ અદભુત રીતે ફિલ્માંકન કરાયું છે. આ ગીતમાં આપણે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનના ડાન્સિંગ સીન જોઈ શકીએ છીેએ. બંને વચ્ચેની કેમિસ્ટ્રી શાનદાર છે. દીપિકા પાદુકોણ તેના જબરજસ્ત તથા સેક્સી મૂવ્સ દ્વારા વાતાવરણમાં ગરમાવો લાવી દે છે અને તેનો આવો હોટ અવતાર ક્યારેય જોવા મળ્યો ન હતો.
પઠાણ ફિલ્મમાં પહેલી વખત શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સાથે જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મ નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ કરવામાં આવશે. તેને તમિલ અને તેલુગુમાં પણ ડબ કરવામાં આવશે.