ગોધરા ગ્રામ્ય મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીઓમાં બોગસ ખેડુતોના લાખો રૂપીયાના વહીવટ અધિકારીઓના નામે કરતાં વચેટીયાઓ સામે કાર્યવાહી માટે મુખ્યમંત્રીને લેખિત રજુઆત

ગોધરા,

ગોધરાના મહેસુલ વિભાગમાં વચેટીયાઓ દ્વારા થતાં વહીવટ માટે અખિલ ભારતીય હિન્દુ સભાના પ્રભારી દ્વારા રજુઆત.

ગોધરા તાલુકા ગ્રામ્ય મામલતદાર અને પ્રાંત કચેરીમાં વચેટીયાઓ દ્વારા ચાલતા વહીવટને અવારનવાર રજુઆત છતાં કાર્યવાહી કરવામાં નહિ આવતાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રભારી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી.

પંંચમહાલ જીલ્લાની ગોધરા તાલુકા ગ્રામ્ય મામલતદાર કચેરી તથા પ્રાંત અધિકારીની કચેરી બહાર વચેટીયાઓ દ્વારા અધિકારીઓના નામે ઉધરાણા કરવામાં આવી રહ્યા છે. આ બાબતે વારંવાર પત્ર થી તેમજ રૂબરૂમાં રજુઆત કરવામાં આવી હોય છતાં વચેટીયાઓ દ્વારા પૈસના જોરે બની બેઠેલા બોગસ ખેડુતો છે. તેવા લોકોની દલાલી કરવામાં આવી રહી છે. આવા વચેટીયા દલાલોની રજુઆત કરી ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. તે જોતાં આવા વચેટીયા દલાલો સાથે અધિકારીઓ, કર્મચારીઓની સાંઠગાંઠ હોવાનું ફલિત થાય છે. આ બાબતે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રભારી આશીષ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ગોધરા ગ્રામ્ય મામલતદાર અને પ્રાંત કચેરીમાં વચેટીયાઓ દ્વારા ભૂમાફિયાઓ પાસેથી મસમોટા રૂપીયા લઈને ગરીબ ખેડુતોને લુંટવા આવી રહ્યા છે. પંચમહાલ ગોધરા મહેસુલ વિભાગમાં રૂપીયાના જોરે કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગોધરા ગ્રામ્ય મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી બહાર આવા વચેટીયા દલાલો બની અધિકારીઓના નામે ઉધરાણા કરતાં તત્વો ઉપર લગામ કસીને કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે.