ગોધરા એપીએમસી ખાતર ડેપેા માંથી 30 મેટ્રીક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ થતાં ખેડુતોમાંં ખુશી

ગોધરા,

ગોધરાના એપીએમસી ખાતર ડેપો ખાતેથી ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવાની સગવડ કરવામાં આવતા ખેડુતોમાં ખુશી જોવા મળી છે.

પંંચમહાલ જીલ્લામાં ખેડુતો દ્વારા રવિ સીજનમાં મોટા પ્રમાણમાં પાકોનું વાવેતર કરવામાં આવેલ છે. હાલ પાકોને ખાતરની જરૂરીયાત હોય તેવા સમયે ખાતરની કૃત્રિમ અછત સર્જાતા ખેડુતોના પાકને થતા નુકશાનને લઈ પરેશાની હતી. ત્યારે રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુભાઈ ખાબડે ગોધરા એપીએમસીની મુલાકાત લઈને ખાતરની સમસ્યા હલ કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી. તે મુજબ પંચમહાલ જીલ્લા સહિત ગોધરા એપીએમસી ખાતર ડેપો ખાતે 30 મેટ્રીક ટન ખાતરનો જથ્થો અગામી દિવસોમાં ઉપલબ્ધ કરવાની સગવડ કરવામાં આવશે. ગોધરા એપીએમસી ખાતે યુરીયા ખાતરના જથ્થાનું વેચાણ શરૂ કરતાં ખેડુતોની કતાર લાગી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ખેડુતો ખાતર માટે રઝળપાટ કરતા હતા. ત્યારે ખાતરનો જથ્થો મળતા ખેડુતોમાં ખુશી જોવા મળી.