ઝાલોદ,
હિંદી ફિલ્મ જગતના સુપર સ્ટાર શાહરૂખખાન અભિનીત આગામી ફિલ્મ પઠાનને લઈ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પઠાન ફિલ્મમાં “બેશર્મ રંગ” નામનું ગીત છે. જે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડે છે. સોશિયલ મીડિયા તેમજ વિવિધ સંગઠનો પઠાન ફિલ્મનો બહિષ્કાર કરતા જોવા મળી રહ્યા છે. જો ફિલ્મમાં રજૂ કરેલ જે શીન છે તે જો કટ કરવામાં નહીં આવે તો રોષ હજુ પણ ગંભીર સ્વરૂપ લે તેવા સંજોગો જોવાઈ રહ્યા છે. અગાઉ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ પણ કહ્યું હતું કે, જો ગીતના દ્રશ્યો, વેશભૂષા અને શબ્દો જો ઠીક કરવામાં નહીં આવે તો ફિલ્મને મધ્યપ્રદેશમાં અનુમતિ અંગે વિચાર કરવામાં આવશે. તેમજ ગુજરાતમાં પણ વિવિધ સંગઠનો ટ્વિટ કરી આ ફિલ્મનો વિરોધ કરતા જોવાઈ રહ્યા છે. ભગવો રંગ હિન્દુઓ માટે આન બાન અને શાન છે. તેથી બેશરમ રંગ નામના ગીત થી હિન્દુ સંગઠનોમાં મોટા પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે.