સંજેલી CHC કેન્દ્ર ખાતે બાળ સેવા કેન્દ્રમાં કુપોષિત બાળકોને સારવાર આપવામાં આવી

સંજેલી,

ગ્રામ્ય વિસ્તારોમાં માંથી કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને દાખલ કરી તેમની સારવાર કરવામાં આવે છે. બાળકોને અને તેમની સાથે આવેલ માતાને વિના મૂલ્યે (મફત)માં જમવાનું પણ આપવામાં આવે છે. સંજેલી તાલુકાના નાગરિકો દ્વારા સતત લાભ લે તે માટે આરોગ્યના કર્મચારીઓ સતત પ્રયત્નશીલ છે.

તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હિતેશ ચારેલ અને રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની ટીમ મેમ્બર ડોક્ટર યોગેન્દ્ર રતેડા ડોક્ટર કિંજલ બામણીયા ફીમેલ હેલ્થ વર્કર પ્રેમીલાબેન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં દાખલ બાળકો અને તેમની સાથે આવેલ માતાઓને વહેલા સ્તનપાનનું મહત્વ, બાળકના વિકાસ માટે જરૂરી ખોરાક,પોષણયુક્ત આહાર વિશે સમજણ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.