ગરબાડા,
ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે તારીખ 18 ના સોલંકી તથા પરમાર દરજી સમાજના લોકો દ્વારા ટૂંકી રોડ પર આવેલ તેમના પૂર્વજોના ગાતલાના મંદિર ખાતે પારંપરિક ગાતલા પૂજન તેમજ ગાયત્રી યજ્ઞ પ્રસાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગરબાડા ગાંગરડી અને દાહોદ થી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આ કાર્યક્રમ દિવાળી પર આવતી તીજ ચોથના દિવસે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે અમુક કારણોસર આ કાર્યક્રમ દિવાળી પર ન કરીને તારીખ 18 ના કરવામાં આવ્યો હતો.