હાલોલ,
શ્રીમાળી સોની સમાજની આંતરરાષ્ટ્રીય સંસ્થા અખિલ હિંદ શ્રીમાળી સોની મહા મંડળ જેની સ્થાપના ગુજરાત ના સુવિખ્યાત બાળ કથાકાર સ્વ. રમણલાલ સોનીએ કાર્તિક સુદિ પૂર્ણિમા,વિક્રમ સંવત1999,તા:26/11/1939/ ના રોજ ડાકોર મુકામે કરેલ અને સમગ્ર ભારત વર્ષના માળી સોની સમાજના આર્થિક, સમાજિક ઉત્થાન અને સમાજની એકતા, અખંડિતતા જાળવી સંગઠન ની ભાવના કેળવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવેલી.
આ સંસ્થાના આજે ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ, લંડન, દુબઈ જેવા સ્થાનોમાં વ્યવસાય અર્થે વસતા અનેક સભ્યોના સંગઠનનું વટવૃક્ષ બની ગયેલ છે અને અતિ આનંદની વાત એ છે કે તેનું મુખ્ય કાર્યાલય અમદાવાદ છે. આજે આઠ-આઠ દાયકાથી સમાજની આ શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહા મંડળની મહા સમિતિના અનેક વિભાગોના સભ્યો ચૂંટાઈને જઈ પોતાના વિસ્તારના સમાજના પ્રશ્ર્નોની રજૂઆત કરી મહામંડળની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવારજનોને અપાવે છે. આં સંગઠન સાથે સમાજ સેવાની કામગીરી સુપેરે ચાલે છે. દર પાંચ વર્ષે મહા મંડળમાં હોદેદારોની છે. જેમાં હાલના પ્રમુખ ડો.જયેન્દ્રભાઈ રાણપુરા, ઉપપ્રમુખ હેમેન્દ્રભાઇ બી.સોની અને મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંતભાઈ બી.. પાટડિયા સેવા આપે છે. સંસ્થાનું મુખપત્ર શ્રીમાળી સોની જાગૃતિ માસિક મેગેઝિન પ્રસિદ્ધ થાય છે. સંસ્થાનું કાર્યાલય નવરંગપુરામાં અને વાડજ અમદાવાદ ખાતે છાત્રાલય કાર્યરત છે. મહા મંડળની ગોધરા બેઠક પર અગાઉ ગોધરા અને હાલોલ સોની સમાજના અગ્રણીઓ વચ્ચે અઢી વર્ષ બન્ને સમાજના પ્રતિનિધિ જશે અને પ્રથમ ગોધરા થી અને ત્યાર બાદ હાલોલ શ્રીમાળી સોની સમાજના પ્રતિનિધિ મહાસમિતીના સભ્ય તરીકે જાઈ તે મુજબ પાછલા અઢી વર્ષ માટે હાલોલના મૌલેશ ઉર્ફે મોન્ટુભાઈ નાનુભાઈ સોનીની બિનહરીફ નિમણૂંક કરવામાં આવેલ છે. તેઓના હાલોલ થી પરમાનંદ સોની, પ્રવીણ બી. સોની, દિલીપ ચોકસી, પ્રવીણ એમ. સોની, કલ્પેશ આર. સોની, અમિત ડી. સોની, સતીશ ડી સોની, હર્ષિત પી. સોની, જતીન વી. સોની, હિમાંશુ એસ. સોની, વિશાળ એસ. સોની, સુરેસ એસ. સોની, સુરેશ જે. સોની, કાલોલ થી રાજેન્દ્રભાઈ સોની, મુકેશભાઈ સોની, મુકુંદભાઈ સોની, વસંતભાઈ સોની,ગોધરા થી દિપકભાઈ સોની, સંજયભાઈ સોની, ધર્મેન્દ્રભાઈ મહાજન, શલિલભાઈ સોની, કિરણભાઈ સોની, ભરતભાઈ સોની, ગોપાલભાઈ સોની, જીતુભાઈ સોની, રાજીવભાઇ આર. સોની, શિવરાજપુર થી કનુભાઈ સોની, સુરેશભાઈ સોની તમામે અભિનંદન સાથે શુભેચ્છા વ્યક્ત કરી છે.