ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના ચાઠા ગામે રોડ ઉપરથી પસાર થતી ફોર વ્હીલ ચાલકે લઈ રોડ સાઈડે ઉભેલ વ્યકિતને અને 16 વર્ષીય યુવકને અડફેટમાં લઈ ઈજાઓ પહોંચાડતા ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘોઘંબા તાલુકાના ચાઠા ગામે રોડ ઉપર થી પસાર થતી ફોર વ્હીલ નંબર જીજે.17.એએચ.4290 નાચાલકે પોતાનું વાહન બેફિકરાઈ થી હંંકારી લાવ્યો હતો અખને મોટર સાયકલ નં.જીજે.17.બીએચ.8838 પાસે રોડ સાઈડમાં ઉભેલ ચીમનભાઈ સુરસીંગભાઈ નાયકને અડફેટમાં લઈ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી તેમજ મહેશભાઈ ગણપતભાઈ નાયક ઉ.વ.16ને કમરના ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ કરી બાઈકને નુકશાન કરી ફોર વ્હીલ સ્થળ ઉપર મુકી નાશી જતાં આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંંધાઈ.