- 30 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
- હાલની સ્થિતિએ જિલ્લામાં 224 સક્રિય કેસો
- કુલ કેસનો આંક 2245 થયો,
ગોધરા, પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના 25 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૨45 થઈ છે. આજે 25 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૨૨૯ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 16 કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 9 કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી 10 અને હાલોલ શહેરમાંથી 8 તેમજ કાલોલમાંથી 5 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 1786 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી 3, કાલોલ ગ્રામ્યમાંથી ૦૨, હાલોલ ગ્રામ્યમાંથી 2 કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 30 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 1919 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 224 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.
આજે આવેલ પોઝીટીવ કેસની યાદી