દાહોદ,
લીમડીમાં શાંતિનગર સોસાયટીના નિતીનભાઈ વાલ્મિકીને રેલ્વે ડિપાર્ટમેન્ટમાં ટી.સી.તરીકે નોકરી આપવાની લાલચનુ પુર્વ આયોજીત કાવતરૂ રચી દાહોદનો અંકિત રાઠોડ, મઘ્યપ્રદેશના વિજય નગરની દુર્ગેશ્ર્વરીબેન વસંતલાલ વાઘેલા તથા મઘ્યપ્રદેશના ઈન્દોૈરના અભીજીત ગીરીશભાઈ સાહુ એમ ત્રણેય જણાએ ભેગા મળી ગત તા.13 જુન 22થી તા.19 નવેમ્બર 22 દરમિયાન લીમડી બસ સ્ટેન્ડ તથા અલગ અલગ જગ્યાએથી પાકો ભરોસો આપી નિતીનભાઈ પાસેથી રૂ.8 લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા પછી પણ આજદિન સુધી નોકરી નહિ અપાવી છેતરપિંડી અને વિશ્ર્વાસધાત કર્યો હતો. આ સંદર્ભે છેતરપિંડીનો ભોગ બનેલ નિતીનભાઈ મોહનભાઈ વાલ્મિકીએ દાહોદના અંકિત રાઠોડ, દુર્ગેશ્ર્વરીબેન વસંતલાલ વાઘેલા, તથા અભીજીત ગિરીશભાઈ સાહુ વિરુદ્ધ લીમડી પોલીસમાં વિશ્ર્વાસધાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.