સંજેેલી,
સંજેલી તાલુકાના જસણી મુવાડી ગામની વર્ગ પ્રા.શાળા જર્જરિત હોય જેથી તેનુ સમારકામ કરવાને લઈને શિક્ષકોએ બાળકોને ધરે મોકલી દીધા હતા. જે બાદ સંજેલી ખાતે ઝાલોદ રોડ પર રહેતા સંસ્કાર વિૅઘાલયના સંચાલક રતનસિંહ બારીયા શાળાના ખોટી રીતે ફોટા પાડી અને શાળા તેમજ ગામને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કર્યા હતા. જેથી ગામમાં રહેતા વિધાર્થીઓના વાલીઓ દ્વારા આ બાબતની જાણ થતાં જસુણી ખાતે તાલુકા પંચાયતના અઘ્યક્ષ મહેદીપભાઈ પલાસ અને પુર્વ સરપંચ મહેન્દ્રભાઈ પલાસ પાસે ગયા હતા અને જણાવ્યુ હતુ કે, આપણી ગામની શાળાને ગામને ખોટી રીતે ફોટા પાડી અને બદનામ કરવા માંગે છે. તે બાબતને લઈને પુછવા માટે સંજેલી ખાતે આવેલી સંસ્કાર વિઘાલયના સંચાલકની ઓફિસમાં ગયા હતા. તે દરમિયાન સંચાલ એકદમ ઉશ્કેરાઈ જઈ અને કીધુ કે તુ મને પુછવા વાળો કોણ તેમ કહી તાલુકા પંચાયતના અઘ્યક્ષને ગડદાપાટુનો માર મારી તેમજ તેની સાથે રહેલો તેરસિંગ જોતી ડીંડોર સતીશ લક્ષ્મણ બામણિયા માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ટેબલ નીચે મુકેલી લોખંડની ગુપ્તી છોટવી લીધેલ હતી. અઘ્યક્ષને પીઠના ભાગે અને હાથના ભાગે અને કાંડાના ભાગે ઈજાઓ થતાં સરકારી દવાખાના ખાતે સારવાર મેળવી અને સંજેલી પોલીસ મથકે સંસ્કાર વિઘાલયના સંચાલક રતનસિંહ બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.