દાહોદ,
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચુંદડી ગામના આધેડ ધરેથી નીકળ્યા બાદ ધરે પરત ફર્યા ન હતા. અને સવાર ેતેમની લાશ ગામની નજીકની કેનાલમાંથી મળી આવી હતી. ચુંદડી ગામના ડુંગરભીત ફળિયા ખાતે રહેતા રમણભાઈ સેનાભાઈ બારીયા(ઉ.વ.50)તેમના ધરેથી કનુભાઈને ત્યાં દુધનો ખાલી લોટો આપવા જવાનુ કહી ધરેથી નીકળ્યા હતા. પરંતુ સાંજ સુધી ધરે ન પહોંચતા સ્વજનો તેમજ ગામજનો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી. જેમાં તેમની લાશ ગામની નજીકથી પસાર થથતી કેનાલના પાણીમાંથી મળી આવી હતી. જે બનાવ સંદર્ભે તેમના પુત્ર સુરેશભાઈએ રણધિકપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.