- વૃદ્ધને મોતને ઘાટ ઉતારનાર ત્રણ હત્યારાઓ ફરાર:ફતેપુરા પોલીસ દ્વારા હત્યારાઓને ઝડપવા કવાયત શરૂ.
- હત્યારાઓની માર માંથી બચાવવા જતા ગંભીર ઈજા ગ્રસ્ત બનેલા વૃદ્ધના પત્નીને પણ હત્યારાઓએ જમણા હાથે કાંડા ઉપર, જમણા પગે નળાના ભાગે લાકડીઓ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હુમલાખોરો ફરાર.
ફતેપુરા,
ફતેપુરા તાલુકામાં સરેઆમ જાહેરમાં માનવ હત્યા કરવી તે એક સામાન્ય બાબત બની ચૂકી છે. જેમાં ચાલુ માસ દરમિયાન ફતેપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ બીજો બનાવ બનવા પામ્યો છે. જેમાં ગત બે દિવસ અગાઉ વાંગડ ગામના એક વૃદ્ધ દ્વારા કોઈક વ્યક્તિના જામીન રહેતા તે બાબતની ગામના જ ત્રણ ઈસમોએ અદાવત રાખી ત્રણ જેટલા હુમલાખોરોએ લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા વૃદ્ધનુ સારવાર દરમિયાન મોતની નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે વચ્ચે છોડાવવા પડેલ તેમના પત્નીને પણ હાથે, પગે લાકડીઓના ફટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવા બાબતે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભરતભાઈ વેચાત ભાઈ પારગી ઉ.વ 55 રહે વાંગડ પટેલ ફળિયાના ઓ 14 ડિસેમ્બર-2022 ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરની બાજુમાં આવેલ ઢાળિયામાં તાપણું કરી બેઠા હતા. તે દરમિયાન ત્રણ જેટલા આરોપીઓ હાથમાં લાકડીઓ લઈ ઝનુન પૂર્વક દોડી આવેલા માનસિંગભાઈ કાળુભાઈ પારગીનાએ ભરતભાઈ પારગીને જણાવેલ કે, તું લક્ષ્મણભાઈ રત્નાભાઇ પારગીનો જામીન કેમ રહ્યો હતો?તેમ જણાવી એકદમ ઉશ્કેરાઇ જઈ ગાળો બોલી માનસિંગ પારગી તથા અશ્ર્વિન પારગીએ વાંસની લાકડીઓથી ભરતભાઈ પારગીને બરડાના ભાગે તેમજ શરીર ઉપર અન્ય જગ્યાએ માર મારી ગંભીર પ્રકારની જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી.જ્યારે પ્રવીણ પારગીએ ભરતભાઈ પારગી ઢાળિયામાં ઢળી પડતા પગના ભાગે લાકડીઓથી મારામારી કરી ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે ઇજાગ્રસ્ત ભરતભાઈ પારગીને આ હુમલાખોરોથી બચાવવા ભરતભાઈના પત્ની લલીતાબેન પારગી વચ્ચે પડતા લલિતાબેન પારગીને પણ જમણા હાથે કાંડાના ભાગે તથા જમણા પગે નળાના ભાગે લાકડીઓનો મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપી ઓએ એકબીજાની મદદગારી કરી હતી. ત્યારે ભરતભાઈ પારગીને તાત્કાલિક દવાખાનામાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભરતભાઈનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ઉપરોક્ત બાબતે મૃતક ભરતભાઈ પારગીના પત્ની લલીતાબે ભરતભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ફતેપુરા પોલીસે માનસિંગ સળુભાઈ પારગી, અશ્ર્વિન ઉર્ફે ગવલો માનસિંગભાઈ પારગી તથા પ્રવીણભાઈ ઉર્ફે પનીયો માનસિંગભાઈ પારગી તમામ રહે.વાંગડ પટેલ ફળિયા નાઓની વિરૂદ્ધમાં ફતેપુરા પોલીસે હત્યા, મારામારી, સુલેહભંગ તથા મદદગારી સબબ ગુનો દાખલ કરી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.