ગોધરા,
ગોધરા તાલુકાના સામલી ગામની ફોરેસ્ટ ઓફીસ ખાતે ગત તા.13 ડિસેમ્બરના રોજ એક 13 વર્ષની છોકરી મળી આવી હતી. અને આ અંગેની વર્દી ગોધરા પોલીસ ક્ધટ્રોલ રૂમમાં આપવામાં આવી હતી. પોલીસ ક્ધટ્રોલ રૂમ દ્વારા આ વર્દી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવતા ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને આ છોકરીની તપાસ કરતા આ છોકરી કઈ બોલતી નથી. તેમજ આજુબાજુ તપાસ કરતા આ છોકરીના વાલી વારસો પણ મળી આવેલ ન હતા તેમજ આ છોકરીને આશ્રય માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકાર દ્વારા પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત આશાદીપ ફાઉન્ડેશન સંચાલિત પંચમહાલ સખી વન સ્ટોપ સેન્ટરને સુપ્રત કરવામાં આવી હતી. તેમજ આ છોકરીનું ઓ.એસ.સી. ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવતા આ છોકરી કંઈ બોલી શક્તી ન હતી. તેમજ આ છોકરીની તબિયત પણ ના દુરસ્ત હોવાથી તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં દવા સારવાર કરાવવામાં આવી હતી. ત્યારે આશાદીપ ફાઉન્ડેશનના નિયામક જ્યોતિકાબેન બામણિયા પણ ઓ.એસ.સી. ઉપર આવીને ઓ.એસ.સી.ની ટીમને સલાહ સુચન કરીને આ છોકરીના વાલી વારસો શોધખોળ કરી સુરક્ષિત રીતે વાલી વારસોને સુપ્રત કરવાના સૂચનો કર્યા હતા. આ ઓ.એસ.સી.ની ટીમ દ્વારા આ છોકરીના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ છોકરીના વાલી વારસો મળી નહિ આવતા આ છોકરીનો ફોટો સોશિયલ મીડિયાના માધ્યમથી નજીકના ગામડાઓના સરપંચોને મોકલી આપીને વાલી વારસોની શોધખોળ આદરી હતી. ત્યારે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન અને શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા આ છોકરીના વાલી વારસોને શોધી કાઢવા માટે મદદ કરીને આ છોકરીના માતા પિતાને ગોધરા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આશાદીપ ફાઉન્ડેશન સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે આ છોકરીના માતાપિતા સખી વન સ્ટોપ સેન્ટર ગોધરા ખાતે પહોંચીને પોતાની છોકરીને જોઈને હાશકારો અનુભવ્યો હતો. જ્યારે કેન્દ્ર સંચાલક રીંકુબેન તથા મલ્ટીપર્પસ સેજલબેન, નયનાબેન અને કેસ વર્કર મીનાબેન દ્વારા આ છોકરીના માતાપિતાને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અમો ચંચોપાના વતની છે અને અમારી દીકરી ઘરેથી ત્રણ દિવસથી નીકળી ગઈ હતી અને ગામમાં તેમજ આજુબાજુ શોધખોળ કરતા મળી આવી ન હતી. જ્યારે અમોને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન અને શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા જાણવા મળ્યું કે તમારી દીકરી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે છે, તો અમો અહીં અમારી દીકરીને લેવા માટે આવ્યા હતા. જ્યારે આ ઓ.એસ.સી.ની ટીમ દ્વારા આ છોકરીની સોંપણી માતાપિતાને કરવામાં આવી હતી.આ છોકરીને હેમખેમ જોતા અને પરીવાર સાથે મેળાપ થતા જ માતા-પિતામાં ખુશી જોવા મળી આવી હતી અને સખી વન સ્ટોપ સેન્ટર પંચમહાલ(ગોધરા)ની ટીમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.