ગોધરા બાવાની મઢીના મહંતનું પાવાગઢ મુખ્ય ગેટ હનુમાન મંદિર સામે અકસ્માતમાં મૃત્યુ થતાં અનુયાયીઓ અને સંતો મહંતોમાં આધાત.

ગોધરા,
પાવાગઢ રોડ ગેટ નજીક પાતાળ તળાવ સામે આવેલ હનુમાન મંદિર ખાતે આશ્રમ માંથી પત્રિકા આપી પાવાગઢ મંદિર તરફના રોડ ઉપર આવતાં ગોધરા ખાતે આવેલ બાવાની મઢીના મહંતને સ્વીફટ કારે અડફેટમાં લેતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું. બાવાની મઢીના મહંતનું અકસ્માતમાં મોતની ધટનાને લઈ હાલોલ રેફરલ હોસ્પિટલમાંં ભકતો અને અનુયાયીઓ ઉમટી પડયા.

ગોધરા બાવાની મઢીના મહંત રાધવદાસજી મહારાજ મંદિરમાંં 25 ડીસેમ્બરના રોજ રાખવામાં આવેલ ધાર્મિક કાર્યક્રમને લઈ આમંત્રણ આપવા માટે અનુયાયી ભકતની ગાડીમાં નિકળ્યા હતા અને હાલોલ કંજરી રામજી મંદિરના મહંતને આમંંત્રણ પત્રિકા અને પ્રસાદી લઈને નિકળ્યા હતા અને પાવાગઢ રોડ મુખ્ય ગેટ પાસે આવેલ હનુમાનના મંદિર પાસે આશ્રમમાં આમંત્રણ પત્રિકા આપીને આગળના પ્રવાસ બસમાં કરવા માટે રોડ ક્રોસ કરતા હતા. દરમિયાન મહારાષ્ટ્ર પાર્સીંગની સ્વીફટ કારના ચાલકે મહંત રાધવદાસજી મહારાજને અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાવાની મઢીના મહંતનું અકસ્માતમાંં મોતની ધટનાની જાણ થતાં અનુયાયીઓ તેમજ ભકતો, સંતો, મહંતો હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ધટનાને લઈ અનુયાયીઓ આધાતમાં સરી પડયા હતા.