ચંડીગઢ,
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વવાળી સરકારે રાજયમાંથી ખાનગી બસ માફિયાને ઉખાડી ફેંકવા માટે એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.માન સરકારે આંતરરાષ્ટ્રીય રૂટો પર બાદલ પરિવારની ખાનગી બસો અને અન્ય ખાનગી બસ માફિયાઓના એકાધિકારને ખતમ કરી દીધો છે. પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે તેની પુષ્ટી કરતા કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર તરફથી બાદલ પરિવાર અને અન્ય ખાનગી બસ માફિયાઓને લાભ આપવા માટે બનાવેલ પંજાબ પરિવહન યોજના ૨૦૧૫માં સુધારો કર્યો છે.
આ યોજના હેઠળ ચંડીગઢમાં ખાનગી વોલ્વો બસોના પ્રવેશ ઇટેકટ કરી દેવામાં આવી છે.જેનાથી મોટા પાયા પર સરકારી ખજાનાની લુંટ થઇ લાલજીત સિંહ ભુલ્લરે કહ્યું કે બાદલ પરિવારે ૨૦૦૭થી ૨૦૧૭ સુધી પોતાની સરકારના બે કાર્યકાળ દરમિયાન પોતાના વ્યક્તિગત હિતોને પુરૂ કરવા માટે અનેક યોજના બનાવી જેમાં કોંગ્રેસ સરકારે બાદલોને તેમની પરિવહન વ્યવસાયને યોગ્ય રીતે ચલાવવામાં પણ મદદ કરી જેમાં તેમની એસી બસોને ચંડીગઢ સુધી અંતર રાજય આંદોલન પણ સામેલ છે.
પરિવહન મંત્રીએ કહ્યું કે પંજાબ પરિવહન યોજના ૨૦૧૮ને પંજાબ પરિવહન( સુધારા) યોજના ૨૦૨૨માં સુધારો કરવામાં આવ્યો છે.ક્રમ સંખ્યામાં સુધારા સાથે યોજનાના કલોજ નંબર ૩માં હવે ફકત રાજય પરિવહન ઉપક્રમની બસો જ પોતાના ૧૦૦ ટકા હિસ્સાની સાથે ચંડીગઢમાં પ્રવેશ કરી શકે છે.અધિસુચનામાં અંતર રાજય માર્ગની સાથે પ્રવિષ્ટિમાં લખ્યું છે કે ૩૯ અથવા તેનાથી વધુની બેઠકની ક્ષમતાની સાથે આગળની શર્તની સાથે વાતાનુકુલિત સ્ટેજ કેરિજ ફકત રાજય પરિવહન ઉપક્રમો તરફથી પ્રત્યેક શ્રેણીમાં તેના કુલ હિસ્સામાં જ ચલાવવામાં જ આવશે.
કેબિનેેટ મંત્રી લાલજીત સિંહ ભુલલ્લે ખાનગી લાભ માટે સરકારી ખજાનોની લુંટ અને મનમાની યોજનાઓ બનાવી પોતાના સાથીઓને ખોટી રીતે લાભ પહોંચાડવા માટે બાદલ પરિવારની ટીકા કરતા કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વવાળી સરકાર રાજયના ખજાનાને બાદલો અને તેમના શક્તિશાળી સાથીઓ માટે ખાનગી સ્વાર્થને પુરો કરવાની મંજુરી આપશે નહીં