ઇન્દોર,
શાહરુખખાન સ્ટારર ફિલ્મ ’પઠાન’નું ગીત ’બેશર્મ રંગ’માં એકટ્રેસ દીપિકા પદુકોણે પહેરેલી ભગવા રંગની બિકીનીને લઈને વિવાદ વધી ગયો છે. ઈન્દોરમાં લોકો ’પઠાન’ના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને દીપિકા અને શાહરુખખાનના પૂતળાનું દહન કર્યું હતું. આ મામલે એકટ્રેસ પાયલ રોહતગીએ પ્રતિક્રિયા આપી હતી કે આવું કરનારા લોકો બેવકૂફ છે.
દીપિકાએ તેની આગામી ફિલ્મ ’પઠાન’ના ’બેશર્મ રંગ’ રંગમાં પહેરેલી ભગવા બિકીનીને લઈને મયપ્રદેશના ગૃહ રાજયમંત્રી ડો. નરોતમ મિશ્રાએ જણાવ્યું હતું કે ટુકડે ટુકડે ગેંગની સમર્થક દીપિકા પદુકોણના કપડા વાંધાજનક છે. ’બેશર્મ રંગ’ ગંદી માનસિક્તાથી ફિલ્માવવામાં આવ્યું છે. આ ફિલ્મના સીન્સ અને કપડાને ઠીક કરવામાં આવે, નહીં તો આ ફિલ્મને રિલીઝ નહી કરવા દેવાય. બીજી બાજુ ’પઠાન’ ગીત સામે થઈ રહેલા દેખાવોને બોલીવુડની એકટ્રેસ પાયલ રોહતગીએ બેવકૂફી ગણાવી છે. તેણે જણાવ્યું હતું કે જે વાંધા ઉઠાવાયા છે તે પાયા વગરના છે. કલરને ટારગેટ ન કરવા જોઈએ.
દીપિકાએ સંગીન ધર્મ સાથે જોડાયેલા ભગવાનોની તસ્વીર બિકીનીમાં નથી રાખી, આ સંજોગોમાં માત્ર કલરને લઈને કોઈને ટારગેટ ન કરી શકાય. પાયલે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારના વિરોધથી ફિલ્મને પબ્લીસીટી મળશે. ફાયદો થશે. બોયકોટ ટ્રેન્ડ ચલાવવાથી પણ ફિલ્મને ફાયદો જ થશે. પાયલે એવો કટાક્ષ કર્યો હતો કે જો દીપિકા આ ગીત અને બીકીનીમાં અશ્ર્લીલ લાગી રહી છે તો પછી લોકો દેશમાં પોર્નને કેમ વિક્સવા દે છે? લોકોએ આવા ડબલ સ્ટાન્ડર્ડ ન રાખવા જોઈએ.