પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરતા કહ્યુ કે, વિશ્વના સૌથી મોટા વેક્સિન ઉત્પાદન દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને વધુ એક આશ્વાસન આપવા ઈચ્છુ છું. ભારતની વેક્સિન પ્રોડક્શન (Vaccine Production) અને વેક્સિન ડિલિવરી (Vaccine Delivery) ક્ષમતા માનવતાને આ સંકટમાંથી બહાર કાઢવા માટે કામ આવશે. પીએમ મોદીએ કહ્યુ કે, કોરોના મહામારી (Corona Pandemic) ના આ મુશ્કેલ સમયમાં ભારતના દવા ઉદ્યોગે 150થી વધુ દેશોને જરૂરી દવા મોકલી છે.
પીએમ મોદીએ આપ્યો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સુધાર પર ભાર
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સુધાર પર ભાર આપતા પીએમ મોદીએ કહ્યુ કે, આજે સંપૂર્ણ વિશ્વ સમુદાયની સામે એક મોટો સવાલ છે કે જે સંસ્થાની રચના ત્યારની પરિસ્થિતિઓમાં થઈ હતી, તેનું સ્વરૂપ શું આજે પણ વ્યવહારૂ છે. મોદીએ કહ્યુ કે, જો આપણે છેલ્લા 75 વર્ષોમાં સંયુક્ત રાષ્ટ્રની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરીએ તો અનેક સિદ્ધિઓ જોવા મળે છે. અનેક એવા ઉદાહરણ છે, જે સંયુક્તરાષ્ટ્રની સામે ગંભીર આત્મમંથનની જરૂરીયાત ઉભી કરે છે.
કોરોનાનો સામનો કરવાના પ્રયાસમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છેઃ મોદી
મોદીએ કહ્યુ કે, લાખો માસૂમ બાળકો જેને દુનિયા પર છવાય જવાનું હતું. તે દુનિયા છોડીને ચાલ્યા હતા. કેટલા લોકોએ પોતાના જીવનભરની મૂડી ગુમાવવી હતી, પોતાના સપનાને છોડવા પડ્યા. તે સમયે અને આજે પણ, સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસ શું પર્યાપ્ત હતા. પીએમે કહ્યુ કે, પાછલા 8-9 મહિનાથી વિશ્વ કોરોના મહામારીથી સંઘર્ષ કરી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીને પહોંચી વળવાના પ્રયાસોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી Response ક્યાં છે?
યૂએનની સ્થાયી સીટ માટે બોલ્યા પીએમ મોદી
કોરોના સંકટને કારણે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સંબોધિન કરવા દરમિયાન પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી સીટનો પણ મુદ્દો ઉઠાવ્યો. પીએમ મોદીએ કહ્યુ કે, ભારતને ક્યાં સુધી સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અલગ રાખવામાં આવશે. મોદીએ કહ્યુ કે, ભારતના લોકો સંયુક્ત રાષ્ટ્રના સુધારાને લઈને જે પ્રક્રિયા ચાલી રહી છે, તેને પૂરી થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. ભારતના લોકો ચિંતિત છે કે શું આ પ્રક્રિયા ક્યારેય તાર્કિક અંત સુધી પહોંચી શકશે. આખરે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના નિર્ણય લેવાની સંરચનાથી અલગ રાખવામાં આવશે.