ડ્રેગન જ પિટાઇ ગયું ત્યારે કાશ્મીરનો રાગ છોડો અને જીવવું હોય તો ભારતથી સંબંધો સુધારો

  • પાકિસ્તાનની મીડિયામાં ભારતીય સેનાની પ્રશંસા કરવામાં આવી.

ઇસ્લામાબાદ,

અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલ અથડામણે પાકિસ્તાનમાં અલગ જ હલચલ ઉભી કરી દીધી છે. કારણ કે ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ હથિયારો વિના ધૂળ ચડાડી દીધી અને ભગાડી મુકયા.હકીકતમાં દુનિયામાં પાકિસ્તાનનું પાક્કુ અને એકમાત્ર દોસ્ત ચીન જ છે ચીની દેવાથી તેની ઇકોનોમી ચાલી રહી છે.ચીની હથિયારોના કારણે તે ભારતથી પાંચમું યુધ લડવાના પેતરામાં જીવી રહ્યુું છે અને ચીનની આંગળી પકડી કાશ્મીર છીનવી લેવાના સપના જોવે છે પરંતુ હવે જયારે ડ્રેગન જ પિટાઇ ગયું ત્યારે કાશ્મીરનો રાગ છોડો અને જીવવું હોય તો ભારતથી સંબંઝ સુધારો જેવી વાતો થવા લાગી છે.

પાકિસ્તાનની મીડિયા આ અથડામણને ભારત અમેરિતાની વચ્ચે યુધ્યાભ્યાસનું કારણ બતાવ્યું છે અને કહ્યું છે કે ભારતીય સૈનિકો એ ફકત ચીની સૈનિકો ને રોકયા એટલું જ નહીં ભગાડી પણ મુકયા છે.ભારત તો પોતાનું નુકસાન બતાવી પણ દે છે પરંતુ ચીન કયારેય બતાવતું નથી એલએસી પર હુમલો કરવામાં આવ્યો તેમને ખ્યાલ હતો કે ભારતીય સૈનિકો કયાંય બેસી પકૌડા ખાઇ રહ્યાં હોય પરંતુ તેમણે તેને નિષ્ફળ કરી દીધા છે. એટલું જ નહીં ચીનની સ્થિતિ જોઇ પાકિસ્તાની પ્રજા પણ પોતાના હુકમદારોને કાશ્મીરને ભુલી જવાની સલાહ આપવા લાગ્યા છે. તેમનું કહેવુ છે કે જો બેમાંથી એકની ચુંટણી કરવી હોય તો કાશ્મીરને ભારતની સાથે જવું જોઇએ ભારત પાવરફુલ છે તો તે કાશ્મીરને સપોર્ટ કરી શકે છે પાકિસ્તાનને ખુદ પર યાન આપવું જોઇએ.

પાકિસ્તાનના એક ટીવી શો દરમિયાન પૈનલિસ્ટે કહ્યું કે ચીન ઇચ્છતું હતું કે તે ભારતીય પોસ્ટને ઉખાડી ફેંકી દે પરંતુ ભારતીયોએ તેને નિષ્ફળ કરી દીધી.તેમણે ખુબ જ જબરજસ્ત રીતે ચીનની સેનાને રોકયા પથ્થરમારો પણ થયો જેમાં ભારતીય અને ચીની સહિત અનેક લોકોને ઇજા થઇ અને ત્યારબાદ ભારતીય સેનાએ ચીનને ભગાડી દીધા પેનલિસ્ટે આગળ કહ્યું કે ડો જયશંકર ખુબ સક્રિય વિદેશ નીતિનને લઇ ચાલી રહ્યાં છે.તે અમેરિકા જઇ રહ્યાં છે અને ત્યાં પણ ચીનનો ઉલ્લેખ કરશે ભારતનો કોઇ હિસ્સો હતો જેના પર કબજો કરવા માટે ચીની સૈનિકો આવી રહ્યાં હતાં. તેમને ખ્યાલ હતો કે તે સરળતાથી કાબુ મેળવી લેશે પરંતુ તેમને ભારતીય સેનાઓ ભગાડી મુકયા હતાં આપણે તો હાલ બહાર છીએ આ ઝઘડાથી અને આપણે બહાર જ રહેવું જોઇએ

એ યાદ રહે કે ભારતથી દુશ્મનીના નામ પર પાકિસ્તાને સરહદથી કારોબાર કરવાનું બંધ કરી દીધુ છે તેનાથી ભારતને તો કોઇ ફર્ક પડયો નથી ઉપરથી પાકિસ્તાનમાં દેવાળુ ફેંકવા નજીક છે.આજ કારણ છે કે પાકિસ્તાનને ઘઉ,ટામેટા ખાંડ જેવી જીવનજરૂરીયાતની વસ્તુ ભારતથી સસ્તા ભાવે મળી જતી હતી પરંતુ હવે આ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.તેના પર પાકિસ્તાન મીડિયાનું કહેવુું છે કે ચીન અને ભારતનો ઇતિહાસ જોઇએ તો બંન્ને દેશોની વચ્ચે ઝઘડો થઇ રહ્યો છે પરંતુ કારોબાર કયારેય અટક્યો નથી ભારત ખુબ મોટું બજાર છે ચીન કયારેય વિચારશે નહીં કે તે આટલું મોટું બજાર ગુમાવી દે

પાક.મીડિયાનું કહેવુ છે કે સાઉદી આરબ અને ટર્કીનીએ પણ આ વર્ષે ભારતની સાથે ખુબ ટ્રેડ કર્યું પરંતુ પાકિસ્તાનની સાથે નહીં ભારતની સાથે બધા કારોબાર કરવા ઇચ્છે છે કારણ કે તેની ઇકોનોમિક મજબુત છે પાકિસ્તાન પણ કારોબાર કરવા ઇચ્છે છે પરંતુ આપણે ખુબ પાછળ રહી જઇએ છીએ આપણી સરકારની નેરેટિવ પહેલાથી જ માંગનારી રહી આ દરેક જગ્યાએ આપણા ભાષણોમાં ખુદને ભિખારી સાબિત કરે છે ભલે જ આપણને મદદ જોઇએ પરંતુ આ રીતે ખુદને ભિખારપી કહેવાથી તમારૂ કદ નાનુ થઇ જાય છે.