ત્રણ મિત્રોએ મુહિમ ચલાવી મહેનત રંગ લાવી, વિધવા દિવ્યાંગ મહિલાનું ઘર બન્યું

  • જિલ્લામાં સૌ પ્રથમ વાર સોસીયલ મીડિયા થકી વિધવા મહિલાનું ઘર બન્યું.
  • ગ્રામ્ય વિસ્તારમાં સમાજ સેવી લોકોએ ઢાડક વળે તેવી મદદનો પ્રવાહ કર્યો.
  • કદવાળ ખાતે ત્રણ મિત્રોએ સોસીયલ મીડિયાના માધ્યમથી પહેલ કરી અને સફળતા પણ સાંપડી.

ઝાલોદ,

ઝાલોદ તાલુકાન કદવાળ ગામના મોટા ફળિયામાં રહેતા વિધવા અને દિવ્યાંગ મહિલા ઇન્દિરાબેન ડામોર છેલ્લા ઘણા સમયથી સામાન્ય નાની ઝૂંપડીમાં રહી પોતાનું જીવન નિર્વાહન કરી ગુજારતા હતા. ત્યારે પત્નીનો પડછાયો, સહારારૂપ પતિનું મરણ થતા પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ અઘરૂં બન્યું હતું. ત્યારે સામાજિક કાર્યકર્તાઓને એ વાતની જાણ થતા સામાજિક કાર્યકર્તા વિક્રમ ડામોરે તેના મિત્ર મનસુખ ભીલ, સચિન ભીલને કરતા ત્રણેય મિત્રોએ વિધવા દિવ્યાંગ મહિલાને ઘર બની શકે તે માટે ભીડું ઉપાડ્યું હતું અને સોસીયલ મીડિયાના માધ્યમથી મુહિમ ચલાવી હતી. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો સામાજિક અને સમાજ સેવી લોકોએ ઢાડક વળે તેવો મદદનો પ્રવાહ કરતા દિવ્યાંગ વિધવા મહિલાનું પાકું છત વાળું મકાન તૈયાર થવાની આરે છે. ગ્રામ્ય વિસ્તારમાં સોસીયલ મીડિયા થકી ત્રણ મિત્રોએ મદદની ગુહાર લગાવી હતી ત્યારે ત્રણ મિત્રોના અથાગ મહેનત થકી તેઓને સફળતા સાંપડી અને દિવ્યાંગ,વિધવા મહિલાને પાકું છત વાળું મકાન બનીને તૈયાર થવાની આરે છે.

આ બાબતે વિક્રમ ડામોર જણાવે છે એ કદવાલ ખાતેની દિવ્યાંગ મહિલાના પતિનું અવસાન થતા ઘર ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે અમે ત્રણ મિત્રોએ સંયુક્ત મળી સોસીયલ મીડિયા થકી મહિલાનું ઘર બની શકે તે માટે મુહિમ ચલાવી હતી સૌ સમાજ સેવી લોકોએ મદદ કરતા દિવ્યાંગ વિધવા મહિલાનું ઘર બનવાની આરે છે.