સંતરામપુર પાદેડી અડોર ગામે પી.એચ.સી. કેન્દ્રમાં લાલીયાવાડી બપોરના સમયે બંધ

સંતરામપુર,

સંતરામપુર તાલુકાના આરોગ્યતંત્રની ગોળ બેદરકારી સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે વેલેન્સ હેલ્થ સબ સ્ટેશન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું બપોરના સમયે જ બંધ હાલતમાં જોવા મળ્યો. સરકારના નિયમ મુજબ સંતરામપુર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક માટે ચાલુ રાખવામાં આવે છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સવારથી સાંજ સુધી દર્દીઓને સારવાર મળી રહે ઘર આંગણે તેના હેતુથી ચાલુ કરવામાં આવેલા હતા. ત્યાર પછી સંતરામપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટરો શરૂ કરવામાં આવેલા જેમાં રૂપિયા 35 લાખના ખર્ચે પાકા મકાનો બાંધકામ કરીને ગામડાના નજીકના લોકોને સારવાર મળી શકે અને નિયમ મુજબ એક સ્ટાફ નર્સ અને એક ડોક્ટર સબ સ્ટેશન પર હાજર રહેવું ફરજિયાત હોય છે તેમ છતાં આરોગ્ય તંત્રના બેદરકારી અને ગોર બેદરકારી અત્યારે જોવા મળી રહેલી છે. બપોરના સમયે જ આરોગ્ય સબ સેન્ટર બંધ જોવા મળી આવ્યું. સરકાર દ્વારા ગરીબોને ખાનગી હોસ્પિટલોમાં પૈસાનું ખર્ચ ના કરવો પડે અને મફત સારવાર મળી રહે તેના હેતુથી ગામડે ગામડે આવા આરોગ્ય સેન્ટર ઉભા કરવામાં આવેલા હતા પરંતુ ના છુટકે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગરીબ દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં અડકણ રકમ ખર્ચ કરીને ખાનગી હોસ્પિટલો મેં અને ક્લિનિકાને દવાખાનામાં સારવાર કરવા મજબૂર બનતા હોય છે. હાલમાં સંતરામપુર તાલુકામાં શરદી-ખાંસીનું વાવડ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. આવી રીતે સરકારી રહે આરોગ્ય વિભાગ સબ સેન્ટરો બંધ હોવાના કારણે દર્દીઓનો વિશ્ર્વાસ નથી થતો હોય છે અને આજે હાલમાં મોટાભાઈ હોસ્પિટલ જોવા મળી રહી છે. કારણ કે, સંતરામપુર તાલુકાના આંતર્ય વિસ્તારમાં આરોગ્ય વિભાગનું સ્ટાફ મેડિકલ ઓફિસર આયુષ્માન ડોક્ટરની સંખ્યામાં અંતરિય વિસ્તારમાં ખુલ્લી મારતા હોય છે. આવી ગંભીર પરિસ્થિતિ જોવાયેલી છે. જિલ્લા આરોગ્ય તંત્રો દ્વારા આરોગ્ય વિભાગ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે અને રાબેતા મુજબ અને સરકારના નિયમ મુજબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલુ રાખવામાં આવે અંતરિયાળ વિસ્તારના મોટાભાગના દર્દીઓ તેનો લાભ લઈ શકે હવે ખાનગી હોસ્પિટલોમાં ક્લિનિકોમાં મોટી સંખ્યામાં રહેલી હોય તો હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેના સબ સેન્ટર પેટા વિભાગના રજીસ્ટરમાં ઓપીડી ચેક કરવામાં આવે તો માંડ 5 થી 10 જ દર્દીઓની સંખ્યા જોવીઓ જોવા મળી રહે આ પરિસ્થિતિ જોવા મળી રહેલી છે. આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓને આવી કાળઝર મોંઘવારીમાં રાહત દરે અને મફત સરકારી આરોગ્ય સબ સેન્ટર પર સારવાર મળી રહે આદિવાસી ગામડાના દર્દીઓની માંગ ઉભી થયેલી છે. મળતી માહિતી મુજબ ઘણીવાર તો સબ સેન્ટર પર અડધો કલાક માટે જ ડોક્ટર આવતા હોય અને પછી બંધ કરીને જતા રહે છે તેવું પણ ગામના લોકોમાં ચર્ચા કરેલું છે.