હાલોલના ડેસર ગામેથી ચોરીના એમ્પ્લીફાયર સાથે એલ.સી.બી. પોલીસે એક ઈસમને ઝડપ્યો

  • છોટાઉદેપુરના ચલામણી ગામેથી ચોરીની કબુલાત.

હાલોલ,

હાલોલ તાલુકાના ડેસર ગામે રહેતા બે ઈસમો કોઈ જગ્યાએથી ડી.જે.સીસ્ટમના પાવરએમ એમ્પ્લીફાયર ચોરી લાવી સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે તપાસ કરી છોટાઉદેપુરના ચલામણી ગામેથી ચોરી કરેલ 60 હજારનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના ડેસર ગામે રહેતા રાકેશભાઈ ગુલાબભાઈ નાયક તથા અજય સરદારભાઈ નાયક બન્ને કોઈક સ્થળે ડી.જે. સીસ્ટમના પાવર એમ એમ્પ્લીફાયર ચોરી કરી લાવીને રાકેશ ગુલાબભાઈ નાયકના ધરે સંતાડી રાખેલ છે અને વેચવાની પેરવીમાં છે. તેવી બાતમીના આધારે એલ.બી.પોલીસે ડેસર ગામે તપાસ કરતાં ડી.જે. સીસ્ટમ પાવર એમ એમ્પ્લીફાયર નંગ-2 કિંમત 60,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે રાકેશ ગુલાબભાઈ નાયકને ઝડપી પાડવામાં આવ્યો. પુછપરછ દરમિયાન પંદર દિવસ પહેલા છોટાઉદેપુરના ચલામણી ગામે ટેમ્પામાં ફીટ કરતાં હતા. તેની ચોર કરી લાવ્યા હોવાની કબુલાત કરતાં છોટાઉદેપુર પોલીસ મથકનો ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવ્યો.