કાલોલ,
કાલોલની અમ્રીત વિદ્યાલય દ્વારા શનીવાર અને રવિવારે શાળા ના મેદાનમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ અને કારકીર્દી મેળો, “અમ્રિત માર્ગદર્શન અને કારકીર્દી ભવિષ્ય”નું આયોજન કરવામા આવેલ છે. જેમાં ઘો 9 થી 12 નાં વિધાર્થીઓ માટે ડેટા એનલિટિક્સ, કાયદો , મેડિકલ સાયન્સ, રિયલ એસ્ટેટ, ફાઈનાન્સ, હોસ્પિટાલિટી, પત્રકારત્વ, થિયેટર, એન્જિનિયરિંગ, શિક્ષણ, ટેક્નોલોજી, સ્ટાર્ટ અપ, પર્યાવરણ અને બીજા અનેક ક્ષેત્રોમાં બહુવિધ પેનલ ચર્ચાઓ, ઉદ્યોગના નેતાઓ અને નિષ્ણાતો ની પ્રાયોગિક વર્કશોપ યોજાશે સંસ્થાના ટ્રસ્ટી ડો. મોહિતા ગડિયા જણાવે છે કે મોટા શહેરોમાં કોલેજ અને તેથી ઉચ્ચ અભ્યાસ નાં વિધાર્થીઓ માટે આવા કાર્યક્રમો યોજાય છે ત્યારે કાલોલ નગરમાં શાળાના બાળકો માટે આવો કાર્યક્રમ આવી વિશાળ આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવી અમારા માટે ગર્વની વાત છે. 100 થી વધુ શાળાઓએ અમૃત માર્ગદર્શન માટે સાઈન અપ કરેલ છે.