શહેરા વિધાનસભા ચુંટણીમાં દારૂ મંગાવવાના કેસમાં આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કરાયા

ગોધરા,

શહેરા ખાતે વિધાનસભાની ચુંટણી દરમિયાન મતદારોને લલચાવવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ખુબ જ મોટા જથ્થામાં વિદેશી દારૂ મંગાવવામાં આવ્યો હતો. અને આ બાબતની ખાનગી રાહે બાતમી જિલ્લા પોલીસ વડાને મળી હતી. જેથી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસો મોકલી અને બાતમીવાળી જગ્યાએ રેડ કરાવતા રૂ.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો. અને શહેરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પ્રવિણસિંહ કાભસિંહ પટેલ તથા અન્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાના આરોપી પ્રવિણસિંહ કાભસિંહ પટેલનાઓ મળી આવતા શહેરા પોલીસે તા.11 ડિસે.2022ના રોજ અટક કરી શહેરાના મહેરબાન ચીફ જયુ.મેજી.એમ.એચ.ચોૈહાણની કોર્ટમાં રજુ કરી પોલીસ કસ્ટડીની માંગણી કરી હતી. પરંતુ કોર્ટ દ્વારા તા.12 ડિસે.2020ના રોજ પોલીસ કસ્ટડીની માંગણી નામંજુર કરતા તાત્કાલિક શહેરાના (ઈ.ચા)પો.ઈન્સ.કે.પી.ખરાડીએ તા.13 ડિસે.2020ના રોજ જિલ્લા સરકારી વકીલ આર.એસ.ઠાકોર તથા સ્પે.પી.પી.એચ.એચ.દેસાઈ મારફતે પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ જે.સી.દોશીની કોર્ટમાં આરોપીની પોલીસ કસ્ટડી માટેની રીવીઝન અરજી દાખલ કરાતા તા.14 ડિસે.2020ના રોજ પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ. જે.સી.દોશી સમક્ષ ચાલી જતા જિલ્લા સરકારી વકીલની વિગતવારની દલીલો અને કેસના સંજોગોને ઘ્યાને લઈ આરોપી પ્રવિણસિંહ કાભસિંહ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.