આપનાં ધારાસભ્ય ભૂપત ભાયણીએ લોકોની માની વાત, ’હું આપમાં જ છું ક્યાંય નથી જવાનો’

જૂનાગઢ,

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકનાં વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી. શપથ વિધિ પહેલાં આપનાં ધારાસભ્યના પક્ષપલટાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે, ભૂપત ભાયાણીએ મીડિયા સમક્ષ આવીને આ વાતને નકારી હતી. તેમણે પહેલા એવું પણ કહ્યુ હતુ, કે મારી જનતા જે કહેશે તેમ કરીશ. તો તેમણે વિસાવદરની જનતા સાથે પણ આ અંગેની વાત કર્યા બાદ મીડિયા સામે આવીને જણાવી દીધું હતું કે, હું આમ આદમી પાર્ટીમાં જ છું અને ત્યાં જ રહીશ. હું કોઇપણ અન્ય પાર્ટીમાં જવાનો નથી. જ્યારે મતદારોએ જનાદેશ કરતા સંભળાવી દીધું હતુ કે, તમારે તમારા પાંચ વર્ષ પહેલા ક્યાંય નથી જવાનું. ’હું આપમાં જ છું’

તેમણે સ્પષ્ટ વાત કરતા જણાવ્યું હતુ કે, ’મારી વિશે જે પણ અફવાઓ ચાલતી હતી કે, ભૂપતભાઇ ભાજપનો ખેસ પહેરશે. ત્યારે હું સ્પષ્ટપણે જણાવું છું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું અને ત્યાં જ રહીશ. હું કોઇપણ અન્ય પાર્ટીમાં જવાનો નથી. મારા વિસ્તારનાં ગામોનાં વિકાસનાં કામો કઇ રીતે ઉત્તમ ગુણવત્તામાં થઇ શકે તે કરીશ. આ સાથે સામાજીક ક્રાંતિ કઇ રીતે કરી શકું, મારા વિસ્તારની દરેક સમાજની પિતા વગરની દીકરીઓને કન્યાદાન કરીને સાસરે મોકલું, વિધવાબહેનોને આત્મ નિર્ભર કરું અને તમામ જનતાની સેવા વધુમાં વધુ કઇ રીતે કરું તે સિવાયનો મારો કોઇ એજન્ડા નથી.’

આપમાંથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી સામે મતદારોનો ભારે રોષ છવાયો હતો. તેમને ધારાસભ્યને પારખું જણાવી દીધું હતુ કે, તમારે પાંચ વર્ષ સીધું ક્યાંય નહીં જાવ. મળતી માહિતી પ્રમાણે, મતદારોએ ધારાસભ્ય પાસેથી વચન પણ લઇ લીધું કે, તમે ક્યાંય નહીં જાવ. એક મતદારે તો એવું પણ કહી દીધું કે, તમે અન્ય પાર્ટીમાં જોડાવાના નથી એવું કહી દો એટલે અમે શાંતિથી સૂઇ શકીએ.

આ પહેલા પણ આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ હતુ કે, હજુ ભાજપમાં જોડાવવાનો કોઇ એવો નિર્ણય કર્યો નથી. આ વાત અફવા છે. મને પાટીલ અને પીએમ મોદીએ શુભકામના આપી છે. જેનો અર્થ એમ નથી કે હું તેમની સાથે છું. આ ઉપરાંત તેમણે જમાવ્યુ કે, મારી જનતા, ખેડૂતોને કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ. હું જોડવવાનો છું એવું હજુ સ્પષ્ટ નથી. મારે હજી મારી જનતાને મળવાનું બાકી છે. મારી જનતા જે કહેશે એ પ્રમાણે નિર્ણય કરીશ. આ ઉપરાંત તેમણે વિજયભાઇ રૂપાણી સાથેનાં સંબંધ અંગે જણાવ્યુ હતુ કે, અમારો વિજય રૂપાણી સાથે પરિવાર જેવા સંબંધો છે. જેનો અર્થ એવો નથી કે, મને ભાજપનું સમર્થન છે. મારી જનતા કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ.