મુંબઇ,
બોલિવુડ કિંગ શાહરુખ ખાન અને તેની ફિલ્મ ’પઠાણ’ ઘણી ચર્ચામાં છે. એક્ટરે હાલમાં જ ફિલ્મની સફળતા માટે મક્કા-મદીનાની મુલાકાત લીધા પછી મોડી રાતે માતા વૈષ્ણવ દેવીના ચરણોમાં માથું નમાવ્યું હતું. આ સાથે જ ફિલ્મ તેના ટીઝર અને હવે તેના ગઈકાલે રીલિઝ કરવામાં આવેલા ગીત બેશરમ રંગના કારણે પણ ચર્ચામાં છે. એક તરફ લોકો આ ગીતના વખાણ કરી રહ્યા છે તો એવા પણ લોકો છે જે ફિલ્મને બોયકોટ કરવાની માંગણી કરી રહ્યા છે.
ટ્વિટર પર બકાયદા #BoycottPathan ટ્રેન્ડ થઈ રહ્યું છે. તેમાં લોકો ગીતની બુરાઈ કરી રહ્યા છે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણના ગીત બેશરમ રંગને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. એટલું જ નહીં, ગીતમાં બતાવવામાં આવેલા સીન અને એક્ટ્રેસના કપડાંને લઈને પણ ખરાબ કોમેન્ટો કરવામાં આવી રહી છે. શાહરુખ ખાનના જૂના વીડિયોઝ કાઢીને તેની ટીકા કરવામાં આવી રહી છે અને તેના મંદિર જવા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
એક યુઝરે શાહરુખ ખાનનો જૂનો વીડિયો શેર કરી લખ્યું છે- હું પણ એક પઠાણ છું, જ્યારે પાકિસ્તાન જીત્યું તો મને લાગે છે કે મારો વાલિદ જીતી ગયો શાહરુખ ખાન. સાંભળ્યું છે કે ’પઠાણ; મૂવી આવી રહી છે. જેની સફળતા માટે માતા રાણીના દરબારમાં ગયો છે. બોયકોટ પઠાણ. એક યુઝરે શાહરુખ ખાનની ’પઠાણ’ અને આમીર ખાનની ’લાલ સિંહ ચઢ્ઢા’નું પોસ્ટર શેર કરી લખ્યું છે- એકનો ઘમંડ તૂટી ગયો અને એકનો તોડવાનો બાકી છે. તૈયાર રહો બધા.’
ઘણા યુઝર્સ દીપિકા પાદુકોણના બિકીની લૂક્સ પર પણ સવાલો કરી રહ્યા છે. ખરાબ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું છે- બેશરમ રંગ હવે આ પારંપારિક સિનેમા નથી રહી ગયું. ચલો માની લઈએ કે પહેલા અઠવાડિયે હલકા ખાનના ચમચા સિનેમાઘરોમાં જશે પરંતુ બીજા અઠવાડિયે કોણ બચાવશે પઠાણને. એટલું જ નહીં, કેટલાકે તો ભગવાને પણ આમાં ઘસેડ્યા છે અને એક્ટ્રેસની ઓરેન્જ કલરની બિકીની પર ગંધ ફેલાવી છે.
આ બધાની વચ્ચે સુશાંત સિંહ રાજપુતના ફેન્સ પણ ટ્વીટ કરી રહ્યા છે અને પઠાણને બોયકોટ કરવાની માંગણી કરી રહ્યા છે. તેઓ કહે છે કે બોલિવુડની સાથે સાથે પઠાણને પણ બોયકોટ કરવાનો છે. અહીં એક્ટરને ન્યાય અપાવવાની પણ માંગણી કરવામાં આવી છે.