રશિયા વિરૂદ્ધ યુદ્ધ માટે અમેરિકા યુક્રેનને આપશે પેટ્રિઅટ મિસાઈલ

વોશિગ્ટન,

અમેરિકા યુક્રેનને પેટ્રિઅટ મિસાઈલની ખેપ મોકલવા માટે મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાએ રશિયન હુમલાઓનો સામનો કરવા માટે વધુ અદ્યતન શો માટે યુક્રેનિયન નેતાઓની વિનંતીને સ્વીકારી છે.

મળતી માહિતી મુજબ આ સપ્તાહના અંતમાં આ મંજૂરી મળવાની શક્યતા છે અને તેની જાહેરાત થઈ શકે છે. આ નિર્ણય આખરી નથી અને તેની સાર્વજનિક રીતે જાહેરાત કરવામાં આવી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તાજેતરમાં પશ્ર્ચિમી નેતાઓને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરવા માટે વધુ આધુનિક શો પ્રદાન કરવા દબાણ કર્યું હતું. પેટ્રિઅટ એ સપાટીથી હવામાં પ્રહાર કરતી અદ્યતન મિસાઈલ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુક્રેનમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે ૩ તબક્કાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિના કાર્યાલયની પ્રેસ સવસ દ્વારા આપવામાં આવી હતી. ઝેલેન્સકીએ સોમવારના રોજ ગૃપ ઓફ સેવન (જી૭) ની ઓનલાઈન સમિટ દરમિયાન તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ન્યુ પાવર નામના પ્રથમ તબક્કામાં યુક્રેન માટે ટેક્ધ, રોકેટ આટલરી અને લાંબા અંતરની મિસાઈલો સહિત સંરક્ષણ સમર્થન વધારવાની કલ્પના કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, તે રશિયન પક્ષને આગળ વધવા દેશે નહી.